...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં ગેમ ઝોનની જે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલું હતું તે હજું પણ યથાવત છે. જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ અત્યારે મૃત્યુઆંક બમણો હોત.
Trending Photos
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં ગેમ ઝોનની જે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલું હતું તે હજું પણ યથાવત છે. જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ અત્યારે મૃત્યુઆંક બમણો હોત. જી હા...રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે, પરંતુ જો પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ ફાટી હોત તો કદાચ 50થી વધારે લોકોના મોત થયા હોત.
99 રૂપિયામાં 26 લોકોને મળ્યું મોત
રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે ઝી 24 કલાક પર મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં જનરેટર માટે 2 હજાર લીટર ડીઝલ ભરીને રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગો કાર રેસિંગ માટે દોઢ હજાર લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. EXIT અને ENTRY માટે માત્ર 6થી 7 ફૂટનો એક જ દરવાજો હતો. એટલે કે લોકોને બચવા માટે કોઈ રસ્તો જ મળ્યો નથી. આ સાથે જ એ જાણકારી પણ મળી રહી છે કે TRP ગેમઝોનમાં 99 રૂપિયામાં એન્ટ્રી આપવામાં આવતી હતી. આ સ્કીમ માત્ર આજના દિવસ માટે રાખવામાં આવી હતી. જેના કારણે બાળકો સાથે માતા-પિતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ પણ ચાલી રહ્યું હોવાનો પણ ખુલાસો થયો છે.
24 મૃતકોમાંથી 9 બાળકો હોવાનો ખુલાસો
રાજકોટ આગકાંડમાં 24 મૃતકોમાંથી 9 બાળકો હોવાનો ખુલાસો થયો છે. નિર્દોષ ભૂલકાં અને સગીરોના મોત બાદ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. નિર્દોષ બાળકો અને વાલીઓ જીવતાં સળગી જતાં મોતને ભેટ્યાં છે. જ્યારે કે બીજી ખબર એ મળી રહી છે કે આગ લાગતાં જ TRP ગેમઝોનનો સમગ્ર સ્ટાફ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જી હા,,, આખેઆખો સ્ટાફ લોકોને મરતા મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી
અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.
ભાજપના નેતા રામ મોકરિયાનો ગુસ્સો ફૂટ્યો
રાજકોટમાં 24 લોકોના જીવ લેનારા આગકાંડ બાદ રાજ્યસભાના સાંસદ અને રાજકોટ ભાજપના નેતા રામ મોકરિયાનો ગુસ્સો ફૂટ્યો છે. રામ મોકરિયાએ રાજકોટના કલેક્ટર અને મહાનગર પાલિકાના કમિશનર સામે સવાલ ઉઠાવવાની સાથે ભ્રષ્ટ તંત્ર સામે ભયંકર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપના નેતાએ જ સીધો આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટ અને હપ્તાખોર તંત્રના લીધે આ આગકાંડ સર્જાયો છે.
તંત્ર પર ભયંકર રીતે આક્રોશ વ્યક્ત કર્યો
ભાજપના નેતા રામ મોકરિયાએ ઉચ્ચ અધિકારીઓ સામે ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે હું 5 કરોડ રૂપિયા આપવા તૈયાર છું જો કોઈ અધિકારી પોતાના સંતાનને સળગતી આગમાં હોમવા તૈયાર હોય તો. જી હા,,, જે અધિકારી પોતાના સંતાનને આગમાં હોમવા તૈયાર હોય તેને હું 5 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. આ ગુસ્સો છે રાજ્યસભાના સાંસદ અને રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા રામ મોકરિયાના. 24 નિર્દોષ લોકોના મોત બાદ ભાજપના સાંસદે ભ્રષ્ટ તંત્ર પર ભયંકર રીતે આક્રોશ વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 26ના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આગને પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી. આ ઘટના બાદ સંચાલક અને મેનેજર સહિત ચારની ઘરપકડ કરવામાં આવી છે. હર્ષ સંઘવી પણ રાજકોટ જવા રાવાના થયા છે. તેઓ હોસ્પિટલ-ઘટનાસ્થળની મુલાકાત લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે