Rapar: જમીન બાબતે સશસ્ત્ર જૂથ અથડામણમાં એકનું મોત, પોલીસ દોડતી થઇ ગઇ
Trending Photos
નિધિરેશ રાવલ, ગાંધીધામ: રાપરના કાનમેર ગામે જમીન બાબતે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. જેમાં તેર જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ (Rajkot) અને ભુજ (Bhuj) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન એકનું મોત નીપજ્યું હતું.
રાપર (Rapar) તાલુકાના કાનમેર ગામે રાત્રે જમીન બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ધટના બની હતી. તિક્ષણ હથિયાર અને ફાયરીંગની ઘટના બાદ પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. આ ઘટના બાદ પૂર્વ કચ્છ (Kutch) એસપી મયુર પાટીલએ પણ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકો અને આગેવાનોને મળી આ ઘટના બાદ વધુ સ્થિત ન કથળે તે અંગે ચર્ચા કરી હતી. તેમજ નાનકડા કાનમેર ગામે શેરી ચોક પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં સ્થિતિ સામાન્ય છે પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ ધટનામાં ફાયરીંગ (Firing) સાથે ધાતક હથિયારો સાથે મારામારી થઇ હતી અને ઘટનામાં ઘાયલ થયેલ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત (death) થયા બનાવ હત્યા (Murder) માં પલટાયો હતો. આ મોત ગોળી વાગવાથી થયુ છે કે કેમ તેની તપાસ માટે લાશ પીએમ માટે જામનગર (Jamnagar) મોકલવામાં આવશે. તેમજ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે