સૌરભ પટેલે કરી મોટી જાહેરાત: 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરાશે

2022 સુધીમાં રાજ્યમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યુ છે કે આગામી ત્રણ વર્ષમાં 15 હજાર મેંગા વોટ પુનઃ પ્રાપ્તિ ઉર્જા માટેનો પ્લાન છે.

સૌરભ પટેલે કરી મોટી જાહેરાત: 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરાશે

અમદાવાદ: રીન્યુએબલ એનર્જી મુદ્દે સૌરભ પટેલે મોટી જાહેરાત કરી છે. ઉર્જા પ્રધાન સૌરભ પટેલ એક પ્રસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે 2022 સુધીમાં રાજ્યમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યુ છે કે આગામી ત્રણ વર્ષમાં 15 હજાર મેંગા વોટ પુનઃ પ્રાપ્તિ ઉર્જા માટેનો પ્લાન છે.

ઉર્જા પ્રધાન સૌરક્ષ પટેલે જણાવ્યું કે, વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુઅલ ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. હાલ રાજ્યની વીજ ક્ષમતામાં પુન પ્રાપ્ય ઉર્જાનો ભાગ 7645 મેગાવોટ છે, જે 28 ટકા છે. 22922 મેગાવોટ એટલે કે, 53 ટકા સાથે બમણી રિન્યુએલ એનર્જિ ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અગામી ત્રણ વર્ષમાં 15 હજાર મેગાવોટ પુન પ્રાપ્તિ ઉર્જાનો પ્લાન છે, ત્રણ વર્ષ દરમ્યાન 10 હજાર મેગાવોટ સૌર ઉર્જા અને 5 હજાર મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદિત કરાશે.

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ધોલેરા ખાતે 5 હજાર મેગાવોટનો સોલાર પાર્ક તથા 1 હજાર મેગાવોટનું ટેન્ડર બહાર પડશે. જ્યારે પીપાવાવ ખાતે મધદરિયે 15 હજાર કરોડના મૂડી રોકાણ સાથે 1 હજાર મેગાવોટનો પવન ઉર્જા પ્લાન્ટ કેન્દ્ર સરકાર સ્થાપિત કરશે. રાજ્ય સરકાર વિજળી ખરીદશે. કચ્છમાં રાજ્ય સરકાર હાઈબ્રિડ પાર્ક સ્થાપશે. 30 હજાર મેગાવોટનું વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક છે. જ્યારે રાધા નેસડા ખાતે 700 મેગા વોટ અને હર્ષદ ખાતે 500 મેગાવોટનો સોલાર ઉર્જા પાર્ક સ્થપાશે. 40 વર્ષના ભાડા પટ્ટા પર જમીન આપવામાં આવશે. હાઈબ્રીડ પાર્કમાં ભાડાપટ્ટે આપવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news