સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે પ્રોફેસરનું ઇલુ-ઇલુ, વિદ્યાર્થીઓએ ફોડ્યો ‘લવ’ લેટર બોમ્બ
Rajkot News : હરિવંદના કોલેજના પ્રોફેસરો વચ્ચેના પ્રેમ પ્રકરણને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કોલેજના બે વિદ્યાર્થીઓએ પ્રોફેસરના ઇલું-ઇલું થી કોલેજ છોડી
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતના શિક્ષણ જગતમાં વિવાદો શમી નથી રહ્યાં છે. ગુજરાતના શિક્ષણ જગતને લાંછન લગાડે તેવી ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બની છે. વિદ્યાર્થીઓએ લેટર બોમ્બ ફોડીને સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યની કોલેજમાં બે પ્રોફેસર વચ્ચેના પ્રેમપ્રકરણનો ભાંડો ફોડ્યો છે. વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પણ પત્ર લખીને કોલેજના પ્રોફેસરો વચ્ચે ચાલતા પ્રેમપ્રકરણને કારણે અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં બે પ્રોફેસરના ઇલું-ઇલુંનો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે.
પત્રમાં શું લખ્યું...
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હરિવંદના કોલેજ વિવાદોના વંટોળમાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રોફેસરો વચ્ચે ચાલતા પ્રેમ પ્રકરણનો લેટર મીડિયામાં મોકલી ઘટસ્ફોટ કર્યો છે. હરિવંદના કોલેજના પ્રોફેસરો વચ્ચેના પ્રેમ પ્રકરણને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પ્રોફેસર મેડમ વચ્ચે ચાલતા પ્રેમ પ્રકરણનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં એક પ્રોફેસરે તેની મિત્રને વિઝીટિંગ લેક્ચર માટે બોલાવી હતી અને પછી પ્રોફેસરે પોતાની મિત્ર માટે જગ્યા પણ ખાલી કરી દીધી હતી. બે વિદ્યાર્થીઓ પ્રોફેસરના ઇલું-ઇલુંથી કોલેજ છોડી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. હરિ વંદના કોલેજના સંચાલક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણ છે અને તેઓ ભાજપ સાથે પણ જોડાયેલા છે. જોકે હરિવંદના કોલેજના પ્રિન્સિપાલ સાગર બાબરીયાએ આવો કોઈ પત્ર આવ્યો ન હોવાનું નિવેદન આપ્યું. તેમણે મીડિયાના માધ્યમથી આ પત્રની જાણ થઈ હોવાનું કહ્યું હતું. અગાઉ થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત પ્રોફેસરોની ભરતીકાંડના વોટ્સએપ સ્ક્રીન શોટ બાદ મહેશ ચૌહાણને પત્ર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. મહેશ ચૌહાણે ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સુકાન સોંપાતા વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : હચમચાવી દે તેવી સામૂહિક આત્મહત્યા, પોલીસ કોન્સ્ટેબલ પત્ની અને 3 વર્ષની દીકરી સાથે 12 માં માળથી કૂદી ગયા
જોકે કોલેજના પ્રિન્સિપાલ સાગર બાબરીયાએ આવો કોઈ પત્ર આવ્યો ન હોવાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મને મીડિયા માધ્યમથી આ પત્રની જાણ થઈ છે. એક મહિના પહેલા આવો ઇસ્યૂ હોવાની વાત આવી હતી જેના પગલે અમે દરેક વિદ્યાર્થીઓને વ્યક્તિગત પૂછ્યું હતું પરંતુ કોઈ વિદ્યાર્થીઓ આ અંગે કશું બોલ્યા ન હતા. અને આવી કોઈ સમસ્યા પણ નહીં હોવાનું બહાર આવ્યું હતું. પત્રમાં 17 જુલાઈ તારીખ લખેલી છે. યુનિવર્સિટીને પણ અમે પૂછ્યું, છતા ત્યાં કોઈ આવો પત્ર મલળ્ય નથી. છતા મીડિયા દ્વારા આ માહિતી મળતા અમે તપાસ કરી. પત્રમાં જે આક્ષેપ કરાયા છે તેવી હકીકત આવી કોઈ જ નથી. એવુ બન્યુ હોય કે કોઈએ ગુસ્સા કે ઈર્ષ્યામાં આવો પત્ર લખીને વાયરલ કર્યો હોઈ શકે. અમને આ પત્ર વાયરલ થવાનું દુખ છે. અમે વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી હતી કે શું તેમને કોઈ તકલીફ છે. તેમાં પણ અમને આવુ કંઈ જણાયુ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે