વધુ એક શિક્ષણ વિવાદ, બપોર પાળીમાં સ્કૂલો ચલાવવા શિક્ષણ વિભાગનો આદેશ, શાળાઓએ કર્યો વિરોધ
School Timing Issue In Gujarat : શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, હવેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો બપોરે ચલાવવા પડશે, પરંતુ શાળા સંચાલકો તેનો વિરોધ કરી રહ્યાં છે. રાજ્યમાં આવેલી 7,620 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ વિભાગમાં નિર્ણયની સીધી અસર થતાં મામલો ગરમાયો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યની ગ્રાન્ટેડ સ્કુલોને સવારની પાળી ના ચલાવવાના શિક્ષણ વિભાગના આદેશથી વિવાદ સર્જાયો છે. ગ્રાન્ટેડ સ્કુલોનો સમય સવારે 11થી 5 વાગ્યા સુધી કરવાના આદેશ બાદ સંચાલકો અને વાલીઓમાં આક્રોશ છવાયો છે. નોંધીયન છે કે, સ્કૂલોમાં 27 કલાકનો અભ્યાસ થાય એ હેતુથી ગ્રાન્ટેડ સ્કૂલો બપોર પાળી શિક્ષણ વિભાગે કરી છે. જો કે રાજ્યમાં આવેલી 7,620 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ વિભાગમાં નિર્ણયની સીધી અસર થતાં મામલો ગરમાયો છે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો બપોરે ચલાવવા પડશે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, શાળાના સમય બાબતે વિનીયમમાં કોઈ જોગવાઈ નથી, શાળામાં કામના કલાકો નક્કી કરાયા છે. પરંતુ શાળાઓને પોતાના વિસ્તારની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમય નક્કી કરવા દેવી જોઈએ.
શિક્ષણ વિભાગના ગ્રાન્ટેડ સ્કુલોનો સમય સવારે 11 થી 5 વાગ્યા સુધી કરવાના આદેશ બાદ સંચાલકો અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. સ્કૂલોમાં 27 કલાકનો અભ્યાસ થાય એ હેતુથી ગ્રાન્ટેડ સ્કૂલો બપોર પાળી શિક્ષણ વિભાગે કરી છે. જો કે રાજ્યમાં આવેલી 7,620 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ વિભાગમાં નિર્ણયની સીધી અસર થતાં મામલો ગરમાયો છે. જે ગ્રાન્ટેડ સ્કૂલો સવારે ચાલતી હોય તેને તાત્કાલિક બપોરે ચલાવવાનો આદેશ કરાયો છે. જે સ્કૂલમાં પાળી સિસ્ટમ નથી એ સ્કૂલો પણ સવારની પાળીમાં સ્કૂલ ચલાવી નહીં શકે, જેના કારણે સંચાલકોમાં પણ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે.
શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, હવેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો બપોરે ચલાવવા પડશે. ભૂતકાળમાં પણ 3 વખત શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ સ્કૂલોને સવારે વર્ગો નાં ચલાવવા માટે આદેશ કર્યો હતો. જો કે જે તે સમયે સંચાલકો અને વાલીઓના વિરોધને કારણે શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો હતો.
આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, શાળાના સમય બાબતે વિનીયમમાં કોઈ જોગવાઈ નથી, શાળામાં કામના કલાકો નક્કી કરાયા છે. 27 કલાક ધ્યાને રાખીને 11 થી 5 દરમિયાન સ્કૂલ ચાલવી જોઈએ એવો પરિપત્ર ભૂતકાળમાં કરાયો હતો.
આ પણ વાંચો : જ્યાં નીચે મગરોના ટોળા ફરે છે, વડોદરાનો એ ફેમસ કાલાઘોડા બ્રિજ ગમે ત્યારે તૂટવાની સ્થિતિમાં આવ્યો!
ખેડાના DEO એ જૂના પરીપત્ર ટાંકીને કહ્યું કે, શાળાઓ બપોરે ચલાવવાનો આદેશ કરાયો છે, પરંતુ શાળાઓને પોતાના વિસ્તારની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમય નક્કી કરવા દેવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાવણીનાં સમયે બાળકો શાળામાં આવતા નથી, એટલે જે તે વિસ્તારમાં 27 કલાકની કામગીરીને ધ્યાને રાખી સમય નક્કી કરવાની પરવાનગી આપવી જોઈએ. DEO ગ્રાન્ટેડ શાળાના વર્ગો બપોરે ચલાવવા જોઈએ એવા નિર્ણય પણ ગ્રાન્ટેડ શાળામાં જ લાગુ કરાવે છે, આ નિર્ણય સ્વનિર્ભરને પણ લાગુ થવો જોઈએ, એમના કામના કલાકો ગ્રાન્ટેડ સ્કૂલોની જેમ થાય છે કે નહીં એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે