અમદાવાદમાં સી પ્લેનની રાહ જોઈને બેસ્યા છો તો સરકારે આપેલો આ ફાઈનલ જવાબ જાણી લેજો
Sea Plane Service : ગુજરાતમાં સી-પ્લેન સેવા બંધ કરી હોવાનો સરકારનો સ્વીકાર..પોરંબદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલ પર સરકારે આપ્યો જવાબ...સી-પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખથી વધુનો કરાયો છે ખર્ચ..
Trending Photos
Sea Plane Service : અમદાવાદ સાબરમતી નદી પર એક-બે વાર ઉડાન ભરીને સી પ્લેન ગાયબ થઈ ગયું છે. લોકોમાં ચર્ચા છે કે આખરે આ સી પ્લેન ક્યારે આવશે. ત્યારે સરકારે તેનો જવાબ આપ્યો છે. વિવાદિત સી પ્લેન સેવાનો ઓપરેટિંગ ખર્ચ ઉંચો હોવાના કારણે સી પ્લેન સેવા બંધ કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પ્રશ્ન પર સરકારે ગૃહમાં આ જવાબ આપ્યો. સરકારે જણાવ્યું કે, સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખ કરતા વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેથી હાલની સ્થિતિમાં સી પ્લેન સેવા બંધ સ્થિતિમાં છે. ફોરેન રજિસ્ટેશન એરક્રાફ્ટ ઓપરેશનલ અને મેઇન્ટેનન્સમાં સમસ્યાઓ ઉદભવતી હોવાનો પણ સરકારે સ્વીકાર કર્યો.
અમદાવાદ અને કેવડીયા વચ્ચે ચાલતી સી પ્લેન યોજના 10 એપ્રિલ ૨૦૨૧ થી બંધ થઈ હતી. ત્યાર બાદ આ પ્લેન ક્યારેય ઉડ્યું નહિ. તો વહીવટી તંત્ર પણ તેનો જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરતુ હતું. આખરે નાણાંકીય કારણોસર સી પ્લેન સેવા બંધ કરાઈ હોવાનો નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો. કોંગ્રેસના સવાલ પર તેમણે કહ્યું કે, ફોર્મ રજીસ્ટ્રેશન એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં મુશ્કેલીઓ ઉદ્દભવતી હતી. ઓપરેટરને ઓપરેટીંગ કોસ્ટ ઊંચી જતી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ માં સી પ્લેન શરૂ કરાયું હતું. સી પ્લેન પાછળ સરકારે ૧૩ કરોડ ૧૫ લાખ ૬ હજાર ૭૩૭ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના સવાલનો નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો.
પ્લેન પાછળ વર્ષ 2021માં 4 કરોડ 18 લાખ 96 હજાર 256 નો ખર્ચ કર્યો છે, જ્યારે વર્ષ 2022 માં 4 કરોડ 90 લાખ 97 હજાર 742 નો ખર્ચ થયો છે.
હેલિકોપ્ટર પાછળ સરકારે વર્ષ 2021 માં 4 કરોડ 1 લાખ 41 હજાર 143 નો ખર્ચ કર્યો છે. વર્ષ 2022 માં 4 કરોડ 59 લાખ 85 હજાર 543 નો ખર્ચ કર્યો
જેટ એરો પ્લેન પાછળ 2021 માં 11 કરોડ 24 લાખ 11 હજાર 742 નો ખર્ચ કર્યો, તો 2022 માં 12 કરોડ 81 લાખ 80 હજાર 89 નો ખર્ચ કરવામાં આવ્યો
સરકારે હવામાં કરોડો ઉડાડ્યા
સરકારનો સરકારી પ્લેન અને હેલિકોપ્ટર અને જેટ એરોપલન પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે. સરકારે વિધાનસભામાં જણાવ્યું કે પ્લેન, હેલિકોપ્ટર અને જેટ એરોપ્લેન પાછળ સરકારે કેટલો ખર્ચ કર્યો. આ ખર્ચ મેઇન્ટનન્સ ફ્યુઅલ પાઇલોટ અને સ્ટાફ માટે ખર્ચ કરવામાં આવે છે. કાંતિ ખરાડીનાં સવાલમાં સરકારે આ જવાબ આપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે