દેશ પર આવી પડેલી આ સંકટની ઘડીએ અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોની વહારે
Trending Photos
ગુજરાત ડેસ્ક: મહામુસીબતના સમયમાં નિર્દોષ લોકોની સેવા પ્રભુનગર સોસાયટીના લોકોએ માસ્ક બનાવી સોસાયટીમાં વહેચી ઘરમાં રહેવાની અપીલ કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરાનાની દહેશત છે ત્યારે કોરાના વાયરસ ભારતમાં દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરતમાં પણ કોરાનાના પોઝીટીવ કેસ નોધાતા ફફડાટ મચી ગયો છે. લેભાગુ લોકો માસ્ક બ્લેકમાં વેચી રહ્યા છે ત્યારે આવા સમયે સુરતના મુળદ ગામની પ્રભુનગર સોસાયટીના લોકો ઘરેઘરે માસ્ક બનાવી લોકોને વિતરણ કરી સમાજસેવા કરી રહ્યા છે. સોસાયટીની મહિલાઓ અને યુવાનો આ મહામુસીબતના સમયમાં સમાજસેવા કરી રહ્યા છે. પ્રભુનગર સોસાયટીના રહીશો માસ્ક બનાવી ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં પોલીસની કડક હાથે કાર્યવાહી: સોસાયટીના બાકડાઓ પણ ઉથલાવી નાખ્યા
આ ઉપરાંત અમદાવાદમાં પણ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સંસ્થાઓ કોઇ પણ વ્યક્તિ ભુખ્યુ હોય તો શહેર પુરતુ તેમને જાણ કરવા માટેની પણ અપીલ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક બહારથી આવેલા લોકો ઉપરાંત રોજિંદી મજુરી કરીને રોજની પેટીયુ રળતા લોકો માટે આ કફોડી સ્થિતી આવી ગઇ છે. જેના કારણે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે