મહાકાળી મંદિર ટ્રસ્ટમાં ચાંદીનાં કૌભાંડ મુદ્દે CID ક્રાઇમને રજુઆત કરવાની તૈયારી
Trending Photos
પંચમહાલ: જીલ્લા નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિ પીઠ એવા પાવાગઢના મહાકાળી મંદીર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારા કથિત રૂપે મંદીરના દાનમાં આવતી ચાંદીનું કૌભાંડ આચરવામા આવ્યુ હોવાંની એક અરજી કલોલના એક અરજદાર દ્વારા કરવામા આવી હતી, ત્યાર બાદ આ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તપાસ કે પગલાં ન ભરાતા હાલ અરજદાર દ્વારા આ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યા છે.
જેનાં ભાગ રૂપે આજરોજ અરજદાર વિરલ ગોસ્વામી અને હાલના ટ્રસ્ટના દાતા ટ્રસ્ટી કૈલાશ ઠાકોરે સમગ્ર મામલે આજે પંચમહાલ જીલ્લા પોલીસવડાને રૂબરૂમાં મુલાકાત કરી કૌભાંડી ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવા રજુઆત કરી હતી. પંચમહાલ જીલ્લા પોલીસવડાએ આગામી ત્રણ દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાનું અરજદારને આશ્વાસન આપવામા આવ્યુ છે. આ સમગ્ર મામલો ટ્રસ્ટના દાતા ટ્રસ્ટી કૈલાશભાઇ ઠાકોરના ધ્યાને ત્યારે આવી હતી. જ્યારે મંદીરની ચાંદી શુદ્ધ કરવા મેલ્ટીન્ગની પ્રક્રિયામા આપવા અંગેનો અહેવાલ ટપાલ દ્વારા જાણવા મળ્યો, ત્યારે સપાટી પર આવ્યો હતો.
જ્યારથી આ ટ્રસ્ટ દ્વારા વહીવટ કરવામા આવે છે, ત્યારથી ચાંદીમાં 70 ટકાથી વધુ ઘટ આવા લાગી હતી. જે અંગે શંકા જતા આ સમગ્ર મામલે દાતા ટ્રસ્ટી દ્વારા તપાસ કરવામા આવતા કથિત ચાંદી કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની વિગતો બહાર આવી હતી. જે બાદ અરજદાર અને દાતા ટ્રસ્ટી દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ નોંધાવવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી હતી. આગામી ત્રણ દિવસમાં પંચમહાલ પોલીસ દ્વારા જો યોગ્ય કર્યવાહી ન થાય તો સી આઈ ડી ક્રાઈમ ગાંધીનગરને રજૂઆત કરી સમગ્ર મામલે કાર્યવાહી કરવામા આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે