છઠ્ઠ પૂજા માટે રેલવેની ખાસ વ્યવસ્થા, સુરતથી દોડાવી 18 સ્પેશિયલ ટ્રેન, મુસાફરોને મળી રાહત
છઠ્ઠ પૂજા પહેલાં ઉત્તર ભારતના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. સુરતથી 18 વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે.
Trending Photos
સુરતઃ ઉત્તર ભારતમાં છઠ્ઠ પૂજાનું ખુબ વિશે મહત્વ છે. દેશભરમાં રહેતાં ઉત્તર ભારતીયો છઠ્ઠ પૂજા માટે પોતાના વતન પરત જતાં હોય છે. તેવામાં સુરતથી છઠ્ઠ પૂજાના તહેવારને લઈને 18 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
સુરતથી છઠ્ઠ પૂજા તહેવારને લઈ આજે 18 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.પશ્ચિમ રેલવે વિવિધ સ્થળોથી તહેવાર વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. આજે ઉધનાથી યૂપી, બિહાર, તરફ બપોર સુધીમાં 6 ટ્રેન કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર માટે વિશેષ ટ્રેનોનો પણ સમાવેશ થયો છે. આજે 6 ટ્રેન 15 હજારથી વધુ મુસાફરોને વતન તરફ રવાના કરવામાં આવ્યા છે.
4 દિવસમાં 1.5 લાખ થી વધુ મુસાફરો પોતાના વતન સલામત રીતે પહોંચ્યા છે. ગત રોજ 2 નવેમ્બર નાં રોજ, પશ્ચિમ રેલવે દ્વારા 17 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. આજ રોજ 3 નવેમ્બર ના રોજ પણ મુસાફરોની સુવિધા માટે 18 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. રેલવે દ્વારા લગભગ 7,500 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
મુસાફરોની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલવે આ તહેવારોની મોસમ દરમિયાન વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે છઠ અને દિવાળીના અવસર પર ભારતીય રેલવે દ્વારા લગભગ 7,500 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ગયા વર્ષે 4,500 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 1 નવેમ્બર 2024 ના રોજ, ભારતીય રેલ્વેએ 164થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી હતી. જ્યારે 2 નવેમ્બર 2024 ના રોજ, 168 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, આ વર્ષે પશ્ચિમ રેલ્વે દિવાળી અને છઠ પૂજા દરમિયાન લગભગ 300 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. છઠ પૂજા માટે, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સહિત વિવિધ સ્થળોએ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે