ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહી
Gujarat Highcourt : 7 મહિનાના ગર્ભ સાથે પત્ની સમલૈંગિક મિત્ર પાસે રહેવા ગઈ:પતિની હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ પર હાજર થઈ અને કહ્યું- મિત્ર સાથે જ રહેવું છે
Trending Photos
Ahmedabad News : અમદાવાદનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પતિની અરજી ફગાવી દીધી છે. જેમાં પતિએ ફરિયાદ કરી હતી કે, તેની સાત મહિનાથી ગર્ભવતી પત્ની તેને છોડીને તેની સ્ત્રી મિત્ર પાસે જતી રહી છે. તેની સ્ત્રી મિત્ર લેસ્બિયન છે. તેની પત્ની તેના સ્ત્રી મિત્ર તરફ આકર્ષાઈ હતી.
એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીને લેસ્બિયન મિત્ર પાસેથી છોડાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી હતી. ગત અઠવાડિયે આ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં પતિએ જણાવ્યું કે, તેની પત્નીએ ગત ઓક્ટોબર મહિનામાં પતિને છોડી દીધું હતું. તે તેના સ્ત્રી મિત્ર તરફ આકર્ષાતી હતી. પતિએ એ પણ આક્ષેપ લગાવ્યો કે, તેની સ્ત્રી મિત્રએ તેની પત્નીને ખોટી રીતે કેદમાં રાખી છે.
આ અંગે પતિએ ચાંદખેડા પોલીસમાં અરજી કરી હતી અને પોલીસને પોતાની પત્નીને શોધી આપવા દબાણ કર્યું હતું. આ બાદ જસ્ટિસ આઈજે વોરા અને જસ્ટિસ એસવી પિન્ટોની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં જજે મહિલાને તેની ઈચ્છા પૂછતા, તેણે પતિ પાસે જવાનો ઈન્કાર રક્યો હતો. તેણે કહ્યુ કે તે પોતાની મહિલા મિત્રની સાથે રહેવા માંગે છે.
જસ્ટિસ આઈજે વોરા અને જસ્ટિસ એસવી પિંટોની બેંચે કહ્યું, "અમે પત્નીની ઈચ્છા જાણી લીધી છે તેણીએ આરોપ લગાવ્યો છે કે અરજદાર દ્વારા તેણીને માનસિક અને શારીરિક બંને રીતે ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે, તેણીના પતિ, અને તેથી જ તેણીએ સ્વેચ્છાએ તેણીનું વૈવાહિક ઘર છોડી દીધું હતું અને તેથી સ્ત્રી મિત્ર સાથે રહેવાનું નક્કી કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે