રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU

બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની QX ગ્લોબલ ગ્રુપ લિમિટેડ અને રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં MoU. 

રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે IT અને ITeS સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે તાજેતરમાં જાહેર કરેલી નવી IT/ITeS પોલિસી-ર૦રર-૨૭ની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU સંપન્ન થયા છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ સ્ટ્રેટેજિક MoU સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરાના માર્ગદર્શનમાં સંપન્ન થયા હતા. સાયન્સ ટેક્નોલોજીના નાયબ નિયામક  અને QX ગ્લોબલ ગૃપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ સ્નેહલ પટેલે આ એમ. ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક IT પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક MoUને આવકાર્યા હતા. 

તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી IT પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ QX ગ્લોબલની આ પહેલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં જરૂરી યોગ્ય સહયોગ પણ આપશે. 

QX ગ્લોબલના ગૃપ સી.ઇ.ઓ શ્રીયુત ફ્રેન્ક રોબિન્સને આ MoU વેળાએ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં જણાવ્યું કે, અમદાવાદમાં ર૦૦૩-૦૪માં તેમના સહયોગથી શરૂ થયેલી આ QX ગ્લોબલ હવે ર૩૦૦ જેટલા આઇ.ટી સેક્ટરના પ્રશિક્ષિત માનવબળ સાથે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત બની છે. 

આ ર૩૦૦ પૈકીના મોટાભાગના ૧૭૦૦ જેટલા પ્રોફેશનલ્સ ગુજરાતમાં કાર્યરત છે અને આ સ્ટ્રેટેજિક MoUના પરિણામે આગામી વર્ષોમાં આઇ.ટી ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારીનું સર્જન થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news