હું કહું તેમ કરવાનું છે નહીં તો...કહીને પરીણીતાના કપડાં ઉતાર્યા, જમીન પર સુવડાવી શરીરસુખ માણ્યું'

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાની ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે સરથાણા વિસ્તારમાં ભુવા તરીકે કામ કરતા કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટ પાસે ગયા હતા. જ્યાં કનુ ઉર્ફે કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતા હતા.

હું કહું તેમ કરવાનું છે નહીં તો...કહીને પરીણીતાના કપડાં ઉતાર્યા, જમીન પર સુવડાવી શરીરસુખ માણ્યું'

ઝી બ્યુરો/સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા ભુવાએ તાંત્રિક વિધિના બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પડાવી લઈ છેલ્લા બે વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરીણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઠગ ભુવાની પત્ની પણ માતાજી તરીકે રૂપ લઇ પતિને મદદ કરતી હતી. 

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાની ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે સરથાણા વિસ્તારમાં ભુવા તરીકે કામ કરતા કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટ પાસે ગયા હતા. જ્યાં કનુ ઉર્ફે કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતા હતા. જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા. દરમિયાન પરિણીતાએ બાપુને પોતાના ઘરની સઘળી હકીકત જણાવતા તેઓએ દર મંગળવારે દર્શન કરવા આવવા માટે જણાવ્યું હતું. 

આ દરમિયાન પરણીતા દર્શન કરવા માટે જતા કનુ ઉર્ફે કલ્પેશ નામના ઠગ ભુવાએ તમારા વતનમાં આવેલ જુના મકાનમાં માયા છે. જે કાઢવા માટે વિધિ કરવી પડશે અને લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે તેમ કહીને મંદિરના માતાજી હેતલબા તથા બાપુએ પરણીતાની ઘરની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેઓની પરિસ્થિતિ સુધારવાના બહાને અલગ અલગ વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પચાવી પાડી હતી. .

છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કનું ઉર્ફે કલ્પેશ પરણીતાને પોતાના ઘરે મંદિરના મઢમાં બોલાવી મઢનો દરવાજો અંદરથી બંધ કરી દેતા હતા અને પરણીતાને ધ્યાનમાં બેસાડીને વિધિ કરી લીંબુ તથા મરચાં તેના ઉપરથી ઉતારી આખો બંધ રાખવાનું જણાવતા હતા. ત્યારબાદ ભુવા હું કહું તેમ કરવાનું છે નહીં તો માયાની પ્રાપ્તિ તમને નહીં મળે તેવું કહીને પરીણીતાના કપડા ઉતારતા આખરે પરણીતાએ કપડાં કાઢવાની ના પાડી હતી. પરંતુ બાપુએ આંખો કેમ ખોલી તેમ કહીને પરણિતાને જમીન પર સુવડાવી દઈ તેને માર માર્યો હતો. ત્યારબાદ પરણીતા સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. 

છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ અવારનવાર પરણીતાને વિધિ કરવાના બહાને બોલાવી તેણીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેની પત્ની હેતલબાએ પણ માતાજી તરીકે બિરાજમાન થઇ ઠગ પતિનો સાથ સહકાર આપ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો નોંધી તથા પૈસા પડાવ્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઠગબાજ ભુવા કનુ ઉર્ફે કલ્પેશે પરિણીતાને વિશ્વાસ અપાવવા માટે તાંત્રિક વિધિ કરી એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી પરણીતાને આપ્યું હતું અને આ કળશ લાંબો સમય સુધી ઘરમાં રહેવા દેવા માટે જણાવી બાદમાં અંદરથી હીરા મોતી નીકળશે તેમ જણાવ્યું હતું. જોકે ઠગબાજે આ કળશની અંદર પથ્થર ભરીને પરણીતાને આપી દીધા હતા. બાદમાં પરણીતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news