દ્વારિકાના નાથ માટે બનાવાયા જરદોશી વર્કના ખાસ વાઘા, સુરતના છાપગર પરિવારે 12 દિવસમાં તૈયાર કર્યાં
Dwarka Temple : 8 ફેબ્રુઆરી મહાવદ ત્રીજના દિવસે ભગવાન દ્વારકાધીશને ખાસ વાઘા ચઢાવવામાં આવશે. આ વાઘા સુરતના હેમંતભાઇ રસીકલાલ છાપગર દ્વારા તૈયાર કરાયા છે
Trending Photos
Dwarka Temple : ભગવાન દ્વારકાધીશમાં ધજા ચઢાવવી અને વાઘા ચઢાવવાનું અનોખું મહત્વ હોય છે. દ્વારકામાં મહાસુદ ત્રીજનો દિવસ મોટો ઉત્સવ બની રહે છે. આ દિવસનું ખાસ મહત્વ હોય છે. જેથી આ દિવસે ટેક્સટાઈલ નગરી સુરતના એક કારીગર તરફથી તેમને ખાસ પ્રકારના વાઘા ચઢાવવામા આવશે. સુરતમાં જરદોશી અને ભરતકામ સાથે સંકળાયેલા અને સગરામપુરા વિસ્તારમાં રહેતા હેમંતભાઇ રસીકલાલ છાપગરના હાથે બનાવેલા 50 હજારના વાઘા આ દિવસે ભગવાન દ્વારકાધીશને પહેરાવવામાં આશે.
8 ફેબ્રુઆરી મહાવદ ત્રીજના દિવસે ભગવાન દ્વારકાધીશને ખાસ વાઘા ચઢાવવામાં આવશે. આ વાઘા સુરતના હેમંતભાઇ રસીકલાલ છાપગર દ્વારા તૈયાર કરાયા છે. જે તાંબાના તાર સાથે સંપૂર્ણ જરદોશી હેન્ડવર્કથી તૈયાર કરાયા છે. આ વાઘાનો વરઘોડો પણ નીકળશે.
જગતમંદિર દ્વારકામાં વાઘા ચઢાવવાનું અનોખું મહત્વ હોય છે. દેશવિદેશમાં વસતા ભક્તો ભગવાનને અનોખા વાઘા ચઢાવે છે. તો કેટલાક લાખો રૂપિયાના વાઘા ભગવાન માટે તૈયાર કરે છે. ત્યારે સુરતના હેમંતભાઈ છાપગર વર્ષોથી ભગવાન માટે વાઘા બનાવે છે. આ માટે ભક્તો તેમને વાઘા બનાવવાનો ઓર્ડર આપે છે.
આ પણ વાંચો :
હેમંતભાઈનો પરિવાર ત્રણ પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેઓ ભક્તોની ડિમાન્ડ મુજબ અલગ અલગ પ્રકારના વાઘા બનાવી આપે છે. 25000 રૂપિયાથી આ વાઘા શરૂ થાય છે, જે અગણિત રૂપિયા સુધી બનાવી શકાય છે.
તેઓ કહે છે કે, ભગવાનમહાવદ ત્રીજના દિવસે જે વાઘા પહેરશે તેને બનાવવા 12 દિવસનો સમય લાગ્યો છે. જેના પર ચાર લોકોએ સાથે મળીને તાંબાના તારથી જરદોશી વર્ક કર્યું છે. આ વાઘા બનાવવા માટે મશીનનો જરાપણ ઉપયોગ કર્યો નથી. અંદાજે 50 હજારની કિંમતમાં તેને તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે