સુરત: ખેલૈયાઓએ ‘સ્કેટિંગ શૂઝ’ પહેરી કર્યા હિપહોપ ગરબાના અનોખા સ્ટેપ્સ
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. ત્યારે સુરતમાં અનોખા જ ગરબા રમાઈ રહ્યા છે. આ ખેલૈયાઓએ પગમાં ઝાંઝર કે, બીજુ કોઈ ઘરેણું નહિ પણ ‘સ્કેટિંગ શૂઝ’ પહેર્યા છે. પહેલી નજરે તો જોતાં એવું જ લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબાની રમી રહી છે. અન્ય ખેલૈયાઓની જેમ તેઓ પણ નવરાત્રીમાં ધુમ મચાવવા તૈયારી કરી રહ્યા છે. ચણિયાચોળી હોય,ગરબા કે દાંડિયાનાં અવનવા સ્ટેપ્સ હોય. આ નવરાત્રી પણ તેમનાં માટે અન્ય ખેલૈયાઓની જેમ જ રહેવાની છે. જે માટે તેઓ તૈયાર છે પણ એવું નથી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: નવરાત્રી શરૂ થઈ ગઈ છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે. ત્યારે સુરતમાં અનોખા જ ગરબા રમાઈ રહ્યા છે. આ ખેલૈયાઓએ પગમાં ઝાંઝર કે, બીજુ કોઈ ઘરેણું નહિ પણ ‘સ્કેટિંગ શૂઝ’ પહેર્યા છે. પહેલી નજરે તો જોતાં એવું જ લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબાની રમી રહી છે. અન્ય ખેલૈયાઓની જેમ તેઓ પણ નવરાત્રીમાં ધુમ મચાવવા તૈયારી કરી રહ્યા છે. ચણિયાચોળી હોય,ગરબા કે દાંડિયાનાં અવનવા સ્ટેપ્સ હોય. આ નવરાત્રી પણ તેમનાં માટે અન્ય ખેલૈયાઓની જેમ જ રહેવાની છે. જે માટે તેઓ તૈયાર છે પણ એવું નથી.
આ ખેલૈયાઓનાં પગમાં ઘુંઘરૂ કે, ઝાંઝર નહિં પણ સ્કેટીંગ શુઝ છે. સ્કેટીંગ શુઝ કે, જેનાં પર પ્રેકટીસ વગર ઉભા રહેવું પણ કદાચ મુશ્કેલ છે. ત્યાં આ નાની બાળકીઓ ગરબા અને દાંડિયાનાં અદ્ભભુત સ્ટેપ્સ કરી રહી છે. આ ખેલૈયાઓને આ પ્રમાણે સ્ટેપ્સ શીખવા માટે વર્ષોની મહેનત લાગી છે. એટલું જ નહિં સ્કેટીંગ પર ગરબા કરવા માટે તેમની આગળ-પાછળ રમતાં ખેલૈયાઓ સાથે તાલમેલ ખુબ જ જરૂરી બાબત પણ બની રહે છે. આ વખતે આ ખેલૈયાઓએ સ્કેટિંગ પર હિપહોપ ગરબા કર્યા છે.
અંબાજી અકસ્માત: હૈયા ફાટ રૂદન સાથે મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ
કોઇ બીજો વ્યક્તિ જ્યારે સ્કેટીંગ પર ઉભા રહેવું કે, ચાલવાનું વિચારવાનું મુશ્કેલ સમજી શકે છે ત્યારે આ બાળકીઓ સ્કેટીંગ પર ગરબા અને દોઢિયાનાં સ્ટેપ્સને આસાનીથી કરી જાણે છે. તેઓ આ અનોખા અને અદ્ઘભુત ગરબાની વેરાયટીની ખુબ મજા માણે છે. ગરબામાં આવું અવનવું માત્ર સુરતમાં જ થતું હોવાથી તે પોતાની રીતે પણ એક રેકોર્ડ છે. અગાઉ પણ સ્કેટીંગ શુઝ પર ડાન્સ કરીને આ સુરતી છોકરીઓએ ખુબ વાહવાહી મેળવી હતી. પણ નવરાત્રીમાં આવું અનોખું કરીને તેઓ સૌને આશ્ચર્યચકિત કરી દે છે.
સુરત: યુવતિઓ સાથે મિત્રતા કરાવાની લાલચ આપી થઇ લાખોની ઠગાઇ, 20 લોકોની ધરપકડ
આમ,અન્ય ખેલૈયાઓ જ્યાં ચણિયાચોળી કે બીજા ઘરેણાઓથી સજીધજીને નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડ પર જાય છે, ત્યારે આ બાળકીઓ માટે તેમનું ખાસ આભુષણ જ તેમનાં ‘સ્કેટીંગ શુઝ’ છે જે તેઓને બીજા બધાથી અલગ પાડે છે. અને નવરાત્રીમાં તેઓ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે