‘આજે તો તને મારી જ નાંખવી છે’, કહી સુરતમાં પતિએ પત્નીના ગળે બ્લેડના ઉપરા છાપરી ઘા ઝીંક્યા
બોમ્બે કોલોનીમાં મિતાલી અને તેનો મહેશ રહે છે. મહેશ ઘર જમાઈ રહેતો હતો. બન્ને વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હતા, ગઈકાલે પૈસાના મામલે પણ ઝઘડો થયો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી બાદ પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં એક ઘર જમાઈએ પોતાની જ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો. ચારિત્ર્યની શંકા રાખી બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં થતાં હતા. ગઈકાલે પણ ઝઘડો થયો જેના કારણે ગુસ્સે ભરાયેલા પતિએ વહેલી સવારે પત્નીનું મોઢું દબાવી બ્લેડથી ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. પરંતુ પત્નીએ બુમાબુમ કરતા આખરે પરિવારજનો આવી પહોંચ્યા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને બોલાવી હતી. પોલીસે આરોપી પતિને ઝડપી તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.
બોમ્બે કોલોનીમાં મિતાલી અને તેનો મહેશ રહે છે. મહેશ ઘર જમાઈ રહેતો હતો. બન્ને વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હતા, ગઈકાલે પૈસાના મામલે પણ ઝઘડો થયો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી બાદ પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ પત્ની મિતાલીને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે પતિ મહેશ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાંદેરમાં ઘર જમાઈ પતિએ મળસ્કે પત્નીનુ મોઢુ દબાઈ ગળાના ભાગે બ્લેડના ઘા કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નિના ચારીત્ર્ય પર શંકા હોવાથી તેમજ પત્નીએ ખર્ચ કરવા માટે રૂપિયા ન આપતા હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. રાંદેરના બોમ્બે કોલોનીમાં રહેતા મિતાલીબેનના ચારીત્ર્ય અંગે પતિ મહેશને શંકા હોવાથી તે બાબતે અવાર નવાર ઝગડો થતો હતો.
બુધવારે રાત્રે મહેશે રૂપિયા માંગ્યા હતા જે આપવાની ના પાડતા ફરીથી ઝગડો થયો હતો. દરમિયાન ગુરૂવારે મળસ્કે ચારેક વાગ્યાના અરસામાં પતિ મહેશે અચાનક તેમનું મોઢુ દબાઈ દીધું હતું અને બ્લેડ વડે ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારવાની સાથે ‘આજે તો તને મારી જ નાંખવી છે’ તેમ કહી હુમલો કર્યો હતો. જેથી મિતાલીબેને બુમાબુમ કરતા પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા અને તાત્કાલિક પોલીસને ફોન કરી બોલાવી હતી.
આરોપી પતિ મહેશને પોલીસના હવાલે કરી મિતાલીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા હતા. બનાવ અંગે રાંદેર પોલીસે મિતાલીબેનની ફરીયાદના આધારે પતિ મહેશ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે