તલાટીની પરીક્ષાના નવા અપડેટ : ડમી ઉમેદવારને પકડવા સરકારે લીધો મોટો નિર્ણય
Talati Exam Date : તલાટીની પરીક્ષા માટે 7.76 લાખ કોલ લેટર ડાઉનલોડ થયા... ગુજરાતના 2694 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા.... ફરી ડમીકાંડ ન સર્જાય તે માટે સરકારનો સીસીટીવી લગાવવાનો નિર્ણય
Trending Photos
Talati Exam Date : તલાટીની પરીક્ષામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ગુજરાતભરમાં 7 મેનાં રોજ તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જો તમે તલાટીની પરીક્ષા આપવાના હોય તો એક ઉમેદવારા તરીકે તમારે કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે. તાજેતરમાં થયેલી ડમીકાંડને લઈને ગુજરાત સરકાર એલર્ટ બની છે. ત્યારે ફરી વાર સ્પર્ધાત્મક પરીક્ષાને કૌભાંડોનું લાંછન ન લાગે તે માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તલાટી પરીક્ષા માટેનાં તમામ કેન્દ્રોના મુખ્ય દરવાજે સીસીટીવી લગાવાશે
ડમીકાંડ બાદ ગુજરાત સરકાર એલર્ટ બની છે. ફરી કૌભાંડો ન થાય તે માટે તલાટીની પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી લગાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે એજન્સીને કામ સોંપી દેવાયું છે. તલાટીની પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શી રહે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળ એલર્ટ બન્યું છે. તકેદારીને તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.
હાલ ડમીકાંડ ગુજરાતમાં ગાજી રહ્યું છે. આવામાં ડમી ઉમેદવારો જલ્દી પકડાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે. કોઇ ડમી ઉમેદવાર કે અન્ય કોઇ પડકાર આવશે તો ઉમેદવારોના પ્રવેશ દ્વારા પરના સીસીટીવી ફૂટેજ પરથી ઉમેદવારોને નજીકથી ઓળખી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
તલાટી કમ મંત્રીની ભરતીની લેખિત પરીક્ષા માટે 7.76 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. અમદાવાદ સહિત વિવિધ શહેરમાં 2,697 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે કુલ 8.64 લાખ ઉમેદવારોએ સંમતિ આપી દીધી છે. ત્યારે હવે સૌની નજર 7 મેના રોજ લેવાનાર પરીક્ષા પર છે. પરીક્ષાના દિવસે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સાબદું થયું છે. તકેદારીના તમામ પગલા લેવામા આવી રહ્યાં છે.
તો બીજી તરફ, પરીક્ષા પહેલા એક તાલીમ યોજવામાં આવનાર છે. આજે મંગળવારે તમામ કર્મચારીઓને તેમની કામગીરી અને પરીક્ષાના નવા નિયમો અંગે માહિતી આપવામાં આવશે. 512 બોર્ડ પ્રતિનિધિ, 512 સીસીટીવી ઓબ્જર્વર, 143 રૂટ સુપરવાઇઝર, 143 આસિસ્ટન્ટ રૂટ સુપરવાઇઝર, 465 કેન્દ્ર સંચાલકોને પરીક્ષા પ્રણાલિ વિશે ગાઈડ કરવામા આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે