ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : બધુ ખેદાન-મેદાન કરી દે તેવી ધૂળની આંધીની આગાહી
Dust Strom Alert : રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા, ભારે પવનો ફૂંકાતા અમદાવાદીઓને બફારાથી રાહત, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે.
Trending Photos
Gujarat Weather Forecast : રેમલ વાવાઝોડાને કારણે દેશભરના વાતાવરણમાં મોટા પલટા આવ્યા છે. કેરળમાં પણ સમય પહેલા ચોમાસું આવશે તેવા એંધાણ છે. પરંતુ આ વખતે રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે. હવે રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. જેમાં 30 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.
હવામાન વિભાગની નવી આગાહી આગાહી ગઈ છે. જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યના ચાર જિલ્લામાં ધુળની આંધીની આગાહી કરી છે.
આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.
મે કરતા જુન વધારે તપશે
શરીર સળગી જાય તેવી ગરમી પડી રહી છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે, આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે. જૂન મહિનામાં હીટવેવના દિવસો મે કરતા વધારે રહેશે. જુન મહિનામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે. મે મહિના કરતા પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે. જૂન મહિનામાં સામાન્ય રીતે 3 દિવસ હીટવેવ રહે છે, આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે. જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે. 30 મે બાદ 3 થી 4 દિવસ માટે ગરમી ઘટી શકે છે, કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે. પરંતું ત્યાર બાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી ઘટશે
દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 108 ટકા સુધી વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે. જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે. બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે. વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે.
જુનના પ્રથમ સપ્તાહમાં આવશે વરસાદ, અંબાલાલની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે.
ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.
ગઈકાલથી થોડી ગરમી ઘટી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઉભી થશે. જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. આ દિવસોમાં 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે