અમદાવાદમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો! પત્નીની ઠઠ્ઠા મશ્કરીની ના પાડતા આરોપીઓએ પતિની હત્યા કરી
સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સંતોષી નગર નાકા પર 18 મી જૂને રાતના સમયે ગોપાલ ઠાકોર નામના 32 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે, આ મામલે ગુનામાં સામેલ બે આરોપી ઓની પોલીસે ધરપકડ કરી છે. મૃતકની પત્ની મસ્તી કરવા બાબતે થયેલી બોલાચાલીને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે. પોલીસે આરોપી ઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સંતોષી નગર નાકા પર 18 મી જૂને રાતના સમયે ગોપાલ ઠાકોર નામના 32 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર નામના બે યુવકોએ ગોપાલ ઠાકોર ને છરી મારીને મોત નિપજ્યું હતું જેમાં ગોપાલ ઠાકોરની પત્ની સાંજના સમયે માતાના ઘરે હાજર હતી, ત્યારે માતાનાં ઘરમાં કામ કરતા કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલુ પરમાર ત્યાં આવ્યા હતા અને કિરણ ઉર્ફે ટીકડી તવર મહિલાની મસ્તી કરતો હોય તેથી તેના પતિ ગોપાલ ઠાકોરે પત્નીની મસ્તી કરવાની ના પાડી હતી, જે દરમિયાન બંને આરોપીઓ અને ગોપાલ ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.
થોડીવાર બાદ મહિલાનો પતિ ગોપાલ ઠાકોર ઘરની બહાર ખાટલા ઉપર બેઠો હતો, તે વખતે કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર ત્યાં આવ્યા હતા અને ગોપાલ ને બોલાવીને બહાર રોડ પર લઈ ગયા હતા. થોડી વાર બાદ સંતોષી નગર ના નાકે રોડ ઉપર કિરણ ઉર્ફે ટીકડી તવરે ગોપાલ ઠાકોર ને પકડી રાખ્યો હતો અને હિતેશ ઉર્ફે લાલો પરમારે પોતાના હાથમાં રહેલી છરી થી ગોપાલ ઠાકોરના પીઠના ભાગે ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા. જેના કારણે ગોપાલ ઠાકોર ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અને મોત ને ભેટ્યો હતો.
જે બાદ મૃતકની પત્ની અને પરિવારને જાણ થતાં તેઓ ત્યાં પહોંચતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ ગોપાલ ઠાકોર ને હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તે બાદ આ અંગે સરદારનગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો.
અંગે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોય સરદારનગર પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડીને આ ગુનામાં સામેલ કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા મૃતકની પત્ની સાથે મશ્કરી કરવામાં આવતી હોય તે બાબતે મૃતકે આરોપીઓને ના પાડી હતી અને એ જ બાબતની અદાવત રાખીને આરોપી ઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો.
પકડાયેલા આરોપી ઓમાં કિરણ ઉર્ફે ટીકડી તવર અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો છે તેમજ મૃતક પણ અગાઉ પાકીટ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી ઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે