ડિઝીટલ ઇન્ડીયા, આ શાળામાં ડુંગર પર ચડીને શિક્ષક પુરે છે વિદ્યાર્થીઓની હાજરી
રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાથમિક સ્કુલોના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની સીસ્ટમ ચાલુ કરતા જીલ્લાના પોશીના તાલુકાના 41 સ્કુલોના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્કનાં મળતું હોવાથી ડુંગર ઉપર ચઢી ઓનલાઈન હાજરી પુરવા જાય છે.
Trending Photos
દેવ ગોસ્વામી/ સાબરકાંઠા: રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાથમિક સ્કુલોના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની સીસ્ટમ ચાલુ કરતા જીલ્લાના પોશીના તાલુકાના 41 સ્કુલોના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્કનાં મળતું હોવાથી ડુંગર ઉપર ચઢી ઓનલાઈન હાજરી પુરવા જાય છે.
એક બાજુ ડીઝીટલ ઇન્ડીયાની વાતો થઇ રહી છે, ત્યારે બીજી બાજુ સરકાર શિક્ષણની ગુણવત્તા વધારવા પારદર્શી શિક્ષણ બનાવવા નવા નવા નુસખા અપનાવી રહી છે. ત્યારે રાજ્યમાં દિવાળી સત્ર બાદ ઉઘળતી શાળાએ તમામ પ્રાથમિક શાળામાં ઓનલાઈન હાજરી પુરાવાનો નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ એવા પોશીના તાલુકામાં 41 શાળાઓમાં ઈન્ટરનેટ નેટવર્ક ન મળતું હોવાથી ત્યાંના મુખ્ય શિક્ષકોની પરેશાનીમાં વધારો થયો છે.
નેટવર્ક આવતું હોય ત્યાં એટલે કે સ્કુલથી 3 થી 4 કિલોમીટર દુર આવેલા ડુંગરો ઉપર જઈને હાજરી પુરવામાં આવે છે. જેના કારણે શિક્ષકને હાજરી પુરવામાં ૨થી૩ કલાક હાજરી ભરવા ડુંગર ઉપર જવું પડે છે. તેથી ૨થી ૩ કલાક બાળકોને પણ ભણાવી શકતા નથી. જેથી બાળકોનાનાં શિક્ષણ ઉપર પણ માંઠી અસર પડી રહી છે.
એકબાજુ ડીઝીટલ ઇન્ડીયા તો બીજી બાજુ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં નેટવર્ક ના પણ ફાફા પડી રહ્યા છે. પોશીના તાલુકા વિસ્તારથી માત્ર 4 કિલોમીટર દુર આવેલ અજાવાસ પ્રાથમિક શાળામાં જ નેટવર્ક ન આવતું હોવાથી અહીની શાળાના મુખ્ય શિક્ષક ડુંગર ઉપર જઈ બાળકો અને શિક્ષકોની હાજરી પૂરતા નજરે પડે છે. તો શાળાની શિક્ષિકા લલીતા બેન પણ ઓનલાઈન હાજરી પુરવા જવાથી બાળકોને બીજા વર્ગના શિક્ષક ભણાવે છે. જેથી બાળકોનાં શિક્ષણ ઉપર પણ અસર થઇ શકે છે. સાથે અજાવાસ ગામના સરપંચે પણ કહ્યુ કે નેટવર્કના મળતું હોવાથી અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે,
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે