વાવમાં ખીલ્યું કમળ! પાટીલની સેનાએ એવું શું કર્યું કે માવજી પટેલ સહિત કોંગ્રેસનો ઉતરી ગયો પાવર!
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. અલગ અલગ સમાજમાંથી આવતાં ત્રણેય ઉમેદવારને કારણે સમાજ પણ જાણે વહેંચાઈ ગયો હતો. ઠાકોર સમાજ ભાજપની સાથે હતો તો કોંગ્રેસની સાથે રાજપૂત સમાજ હતો.
Trending Photos
- વાવમાં જીતથી ભાજપે લીધો બદલો
- બનાસકાંઠામાં હારનો હિસાબ ચુક્તે
- બનાસની બહેન ન સાચવી શક્યા ગઢ
- કોંગ્રેસના ગઢમાં પાટીલની સેનાએ ખેરવ્યા કાંગરા
- અપક્ષના માવજી પટેલની ઉતરી ગયો પાવર!
- વાવમાં કોંગ્રેસના દબદબાનો કર્યો ખાત્મો
Vav By-Election Result: વાવમાં જીત સાથે જ ભાજપે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં થયેલી હારનો બદલો લઈ લીધો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી એકવાર એ બતાવી દીધું કે તેમના જવું હોશિયાર અને સચોટ વિશ્લેષક બીજુ કોઈ નથી...બીજી તરફ વાવની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ હતો. સૌથી વધારે ચર્ચા અપક્ષના માવજી પટેલે જગાવી હતી...માવજી પટેલે પોતાની ચૂંટણી સભામાં પાટીલનો પાવર ઉતારવાની વાત કરી હતી. પરંતુ પાટીલની સેનાએ એવું કર્યું કે માવજી પટેલ સહિત કોંગ્રેસનો પણ પાવર ઉતરી ગયો.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. અલગ અલગ સમાજમાંથી આવતાં ત્રણેય ઉમેદવારને કારણે સમાજ પણ જાણે વહેંચાઈ ગયો હતો. ઠાકોર સમાજ ભાજપની સાથે હતો તો કોંગ્રેસની સાથે રાજપૂત સમાજ હતો. જ્યારે વાવમાં ઠાકોર પછી સૌથી વધારે જેના મત છે તે ચૌધરી સમાજ અપક્ષના માવજી પટેલ સાથે હતો. મતદાન પહેલા ત્રણેય ઉમેદવાર સભા પર સભાઓ ગજવી એકબીજા પર પ્રહારો કરી રહ્યા હતા. ત્યારે આ ચૂંટણીમાં જેની સૌથી વધુ ચર્ચા હતી તે માવજી પટેલને ભાજપે ટિકિટ ન આપી તો તેઓ રિસામણે બેઠા અને અપક્ષમાં લડવાનું નક્કી કર્યું.
મામલો બરાબર જામ્યો ત્યારે માવજી પટેલે બોલ્યા હતા કે પાટીલનો પાવર ઉતારવાનો છે. આવું બોલીને માવજી પટેલે વાવનો ચૂંટણી જંગ રોમાંચક બનાવી દીધો હતો. પરંતુ આજ બેઠક પર પાટીલની સેનાએ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં માવજી પટેલનો જ નહીં પણ ગુલાબસિંહ રાજપૂત અને બનાસની બહેન ગેનીબહેનનો પાવર ઉતારી નાંખ્યો. હવે સૌથી પહેલા તો તમે માવજી પટેલ શું બોલ્યા હતા તે સાંભળી લો.
માવજી પટેલના આ નિવેદન બાદ ભાજપના કાર્યકરોએ મન બનાવી લીધું છે કે માવજી પટેલનો પાવર ઉતારવો જ પડશે. એકલા માવજી પટેલનો જ નહીં પણ લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં જે હાર થઈ હતી તેનો પણ બદલો લેવાનો છે. તેથી વાવમાં જીત મળે તે માટે ભાજપે પોતાની આખી ફોજ વાવમાં ઉતારી દીધી હતી. મંત્રી, મહામંત્રી, સમાજના આગેવાનો અને ધારાસભ્યોના ધાડેધાડા ઉતાર્યા હતા અને તેનું પરિણામ પણ મળ્યું. વાવમાં ભાજપના સ્વરૂપજીની જીત થઈ. તો માવજી પટેલના પાવરવાળા નિવેદન પર સી.આર.પાટીલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં શું જવાબ આપ્યો તે પણ તમે સાંભળી લો...
લોકસભાની ચૂંટણીમાં પાટીલનું મિશન 26 પાર પડ્યું નહતું તેનું કારણ હતું બનાસની બેન ગેનીબહેન...અને હવે એમના જ ગઢમાં ગાબડુ પાડીને પાટીલની ટીમે લોકસભાનો હિસાબ ચુક્તે કરી નાંખ્યો છે. એટલું જ નહીં સ્વરૂપજી ઠાકોરની જીતના વરખોડામાં ગેનીબહેન સામે હારેખા રેખા ચૌધરીના પતિ હિતેષ ચૌધરી જોવા મળ્યા હતા...વિજેતા સ્વરૂપજી ઠાકોરના વરઘોડામાં એક માત્ર હિતેષ ચૌધરી જ સ્વરૂપજી સાથે હતા...એનો મતલબ ભાજપે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે આ જીત લોકસભામાં થઈલી હારનો બદલો છે. ભાજપે વાવ જીતીને એક-બે નહીં પણ અનેક હિસાબ ચુક્તે કર્યા છે. પહેલો છે બનાસકાંઠા લોકસભા બેઠકમાં હારનો બદલો, બીજો ગેનીબહેન જ્યાંથી ધારાસભ્ય હતા તે બેઠક છીનવી અને ત્રીજો ગેનીબહેનના ગઢ ભાભરમાં પણ ભાજપે લીડ મેળવીને ગેનીબહેનનો દબદબો ખતમ કરી નાંખ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે