ગુજરાતના આ ચાર મહારથીને મળી લોકસભા ચૂંટણી માટે મહત્વની જવાબદારી
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 17 જેટલી કમિટિઓની રચના કરી છે. જેમા ગુજરાત ભાજપના 4 પદાધિકારીઓને પણ સ્થાન મળ્યુ છે.
Trending Photos
કિંજલ મિશ્રા/અમદાવાદ: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 17 જેટલી કમિટિઓની રચના કરી છે. જેમા ગુજરાત ભાજપના 4 પદાધિકારીઓને પણ સ્થાન મળ્યુ છે.
ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના મુદ્દા જણાવ્યા પછી સમિતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે 17 સમિતિઓની રચના કરી છે. જેમાં વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ અને અરૂણ જેટલીને સંકલ્પ પત્ર અને પ્રચાર શાખાના પ્રમુખ તરીકે રવિવારે નિયુક્ત કરાયા છે. તો 17 કમિટિઓમાં ગુજરાતના પણ 4 પદાધિકારીઓનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. ત્યારે એક નજર કરીએ આ ચાર લોકોના રાજકીય ઇતિહાસ પર.
1.ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની નિયુક્તી સામાજિક સ્વેચ્છીક સંગઠન સપર્ક સમિતિમા કરવામા આવી છે જેના અઘ્યક્ષ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી છે. મહત્વનું છે કે, વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો, સાઘુ સંતોની ભૂપેન્દ્ર સિંહનો ઘરોબો છે. ભૂતકાળના પણ તેઓ આ જવાબદારી વહન કરી ચૂક્યા છે. ત્યારે ફરી એક વાર તેમને આ વ્યવસ્થામાં રીપીટ કરવામાં આવ્યા છે.
આર્થિક અનામતને હાર્દિકે ગણાવી કેન્દ્રની લોલીપોપ, ઋત્વીજે કહ્યુ ઐતિહાસિક નિર્ણય
2. પ્રદીપસિંહ વાધેલા
પ્રદીપસિંહ વાધેલા હાલ પ્રદેશમંત્રી છે. જો કે સતત 3 ટર્મ તેઓ યુવા મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે. વાત વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી પ્રદીપસિંહની અધ્ક્ષતામા ભાજપના ઉમેદવારોની જીત માટે યુવા મોર્ચા દ્વારા ખુબ મહત્વનો રોલ અદા કરવામા આવ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરવામા આવેલી બાઇક રેલી કમિટીની 3 સભ્ચોની પસંદગીમાં પ્રદીપ સિહનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા, નીતિન પટેલે કર્યું સ્વાગત, રેશ્માએ કહ્યું બીજા 5 તૈયાર
3. ભાર્ગવ ભટ્ટ
ભાર્ગવ ભટ્ટ હાલમા ભાજપમા મહામંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. સઘ સાથે તેમને સીધો સબંધ છે સાથે જ અમિત શાહ તેમજ પીએમ મોદીની ગુડ બુકમા માનવમાં આવે છે. રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેના વડપણમાં લાભાર્થી સંપર્ક કમિટીની રચના કરવામા આવી છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોચે અને અત્યાર સુધી લાભ મેળવી ચૂકેલા દેશભરના લાભાર્થીઓને ભાજપ સાથે જોડવાની મહત્વની જવાબદારી ભાર્ગવ ભટ્ટને સોપવમાં આવી છે.
ખેડૂતોનાં લોહીનો 'વહીવટ' કરી રહેલા આસિ. મેનેજરને સસ્પેંડ કરવામાં આવ્યો
4. પંકજ શુકલા
ગુજરાત ભાજપ સોશિયિલ મીડીયાની જવાબદારી છે. અમિત માલવીયાની અધ્યક્ષતામા રચાયેલી સોશિયલ મીડીયાના ટીમમા સમાવેશ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે