અમદાવાદમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક, પહેલીવાર બની રહી છે આ ઘટના
Trending Photos
અમદાવાદ : પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે. આગામી ૧૧ થી ૧૩ માર્ચ રોજ બેઠક યોજવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં સંઘના વડા એવા મોહન ભાગવત સહિત સમગ્ર દેશમાંથી RSS ના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે. સાથે જ સંઘના તથા તેના સંલગ્ન વિવિધ સંગઠનોના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. જેના અનુસંધાને બુધવારના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં RSS ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, સંઘની અલગ અલગ બેઠકમાંની સૌથી મોટી બેઠક હશે. આ બેઠકમાં તો ૧૨૪૮ લોકો આ બેઠકના અપેક્ષિત રહેશે. આર એસ એસની ભગીની સંસ્થા તથા ૩૬ સંગઠનના પ્રતિનિધિઓ પણ આ બેઠકના હાજર રહેશે. વર્ષ ૧૯૨૫ સંઘની સ્થાપના થઇ હતી. ૨૦૨૫ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. સપ્તાદી વર્ષની ઉજવણી સંઘ અત્યારથી શરૂ કરી છે, સાથે જ આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિમાં ઉભા થયેલા મુદાઓ પર ચર્ચા પણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન નાગપુરની બહાર થઇ રહ્યું છે. જો કે રાજકીય પંડીતો આની પાછળનું કારણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપની ટાઇટ સિચ્યુએશન માની રહ્યા છે. સંઘના નિષ્ક્રિય કાર્યકર્તાઓને ફરી એકવાર સક્રિય કરવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. હાલ તો પીએમ મોદીનો પ્રવાસ છે ત્યાર બાદ આરએસએસની સભાને ધ્યાને રાખીને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે