ગુજરાતના બે ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે

Ambalal Patel Monsoon Prediction : હાલમાં ગુજરાતને વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમ છતાં ભેજનું પ્રમાણ વધારે હોઈ ક્યાંક હળવો વરસાદ પડશે. ત્યારે આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે

ગુજરાતના બે ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે

Gujarat Weather Forecast :  દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. શુક્રવારે બપોરે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહી શકે છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્ય પર વરસાદની કોઇ સિસ્ટમ નથી જેના કારણે ભારે વરસાદની કોઇ આગાહી નથી. પરંતું આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. વરસાદની સાથે પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે
શુક્રવારે અને શનિવાર એમ બે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાના એંધાણ છે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 2 દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ભેજના કારણે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. 2 દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે. તેના બાદ વરસાદની શકયતા નહિવત છે. અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. હાલ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે, ઉત્તર રાજસ્થાનથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે. વાદળો હટી ગયા છે એટલે બપોરે ગરમી લાગે છે. જ્યારે છૂટો છવાયો વરસાદને લઈને રાત્રે ઠંડક રહે છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ રહ્યો છે. ગાંધીનગરમાં 24 ટકા, અમદાવાદમાં 21 ટકા અને વડોદરા 21 ટકા ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે કે, કચ્છમાં 83 ટકા વધુ વરસાદ રહ્યો છે. 

હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું 
હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને કરી વરસાદની આગાહી કરી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. સાબરકાંઠા, દાહોદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સુરત અને નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે. 

મહીસાગર નદીમાં ફરી પૂરની શક્યતા 
તો બીજી તરફ, રાજસ્થાનનો મહી બજાજ સાગર ડેમ વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. મહીબજાજ સાગર ડેમના વધુ 8 ગેટ ખોલવામા આવ્યા છે. મહી બજાજ સાગર ડેમના 16 ગેટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યાં છે. ઉપર વાસમાં સતત વધી રહેલ વરસાદને લઈ બજાજ સાગર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી મહીસાગર નદીમા પાણી છોડતા કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ છે. કડાણા ડેમનુ જળ સ્તર સાંજ સુધીમાં વધશે. હાલ કડાણા ડેમમાં 19 હજાર કયુસેક પાણીની આવક થઈ રહી છે. વરસાદના કારણે બજાજ સાગર ડેમ છલકાતા કડાણા ડેમમા નવા નીરની આવક થઈ રહી છે. 

તો હવામાન વિભાગની અગાહીને લઈ મહીસાગર કલેક્ટર ભાવિન પંડયાએ અધિકારીઓને સૂચના આપી છે. મહીસાગર જિલ્લાના વિવિધ ખાતાંના અધિકારીઓ કોઈ પણ પ્રકારની ઘટનાને લઈ કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા જણાવ્યું છે. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા પણ સૂચનાઓ આપી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news