Valsad: આર્થિક મંદીથી કંટાળી યુવકે નદી ઝંપલાવવાનો કર્યો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ
વલસાડ અને પારડી વચ્ચે આવેલી પાર નદી ઉપર રવિવારે સવારે પારનેરાના એક યુવકે આર્થિક સકળામણ અને ઘર કંકાસથી કંટાળીને રવિવારે સવારે પાર નદીના નાના બ્રિજ ઉપર આપઘાત કરવાના ઇરાદે આવી પહોંચ્યો હતો.
Trending Photos
ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ અને પારડી જોડતી પાર નદીના બ્રિજ ઉપર રવિવારે સવારે પરનેરાના એક યુવકે આર્થિક મંદીથી કંટાળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ચંદ્રપુર લાઈફ ગાર્ડના સભ્યોને જાણ થતાં યુવક પુલ ઉપરથી કૂદે તે પહેલાં બચાવી લેવાયો હતો. યુવકના પરિવારને જાણ કરતા પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વલસાડ અને પારડી વચ્ચે આવેલી પાર નદી ઉપર રવિવારે સવારે પારનેરાના એક યુવકે આર્થિક સકળામણ અને ઘર કંકાસથી કંટાળીને રવિવારે સવારે પાર નદીના નાના બ્રિજ ઉપર આપઘાત કરવાના ઇરાદે આવી પહોંચ્યો હતો. પારડી ચંદ્રપુરના લાઈફ ગાર્ડન સભ્યોને યુવક પુલ ઉપર આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક પાર નદીના બ્રિજ ઉપર પહોંચી યુવકને વાતોમાં ભોળવી યુવક નદીના પુલ ઉપરથી જંપલાવે તે પહેલાં બચાવી લેવામાં આવ્યો હતો.
યુવકને શાંત કરી પૂછતાં આર્થિક મંદી અને પરિવારના ઘર કંકાસના કારણે આપઘાત કરવા આવ્યો હોવાનું જાણવા મળતા ચંદ્રપુરના લાઈફ ગાર્ડન આગેવાનોએ યુવકના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી પાર નદી ઉપર બોલાવ્યા હતા. પરિવારના સભ્યોએ યુવકને સમજાવી આશ્વાસન આપી ઘરે પરત લઈ ગયા હતા. યુવકના પરિવારના સભ્યોએ ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે