દિલ્હીમાં આજે 132 કરોડના ખર્ચે બનેલ ગુજરાત ભવનનું PM મોદી ઉદઘાટન કરશે, CM રૂપાણી રહેશે હાજર
દિલ્હીમાં ગુજરાતની અસ્મિતા "ગરવી ગુજરાત ભવન" બનાવવામાં આવ્યું છે. જેને આજે 2 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ખુલ્લુ મૂકશે. ગુજરાત ભવનના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ સમારોહમા ઉપસ્થિત રહેશે.
Trending Photos
અમદાવાદ :દિલ્હીમાં ગુજરાતની અસ્મિતા "ગરવી ગુજરાત ભવન" બનાવવામાં આવ્યું છે. જેને આજે 2 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ખુલ્લુ મૂકશે. ગુજરાત ભવનના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ સમારોહમા ઉપસ્થિત રહેશે., આ ઉપરાંત ગુજરાતના અનેક નેતાઓ તથા ધારાસભ્યો આ સમારોહમાં ભાગ લેવા દિલ્હી જશે. 132 કરોડના ખર્ચે બનાવેયાલું આ ગુજરાત ભવન દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ મુખ્યાલય સામે બનાવાયું છે.
ગણેશોત્સવના અવસરે ઉદઘાટન કરાશે
દિલ્હીમાં રાજ્યોના સદન અને ભવનમાં સૌથી સુંદર ઈમારત તરીકે અત્યાર સુધી મહારાષ્ટ્ર સદનનો સમાવેશ હતો. પણ હવે તેમાં પણ ગુજરાતે બાજી મારી છે. દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ મુખ્યાલયના એકદમ સામેની બાજુએ નવા ગુજરાત સદનને બનાવવામાં આવ્યું છે. ગુજરાત સદનના નિર્માણનું કાર્ય ઓક્ટોબર 2017ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિ પૂજન કરીને શરૂ કરાયું હતું. 2 વર્ષ બાદ ગણેશોત્સવના દિવસે 2જી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે દિલ્હીમાં અત્યાર સુધીનું કોઈ એક રાજ્યનું સૌથી અત્યાધુનિક અને સૌથી સુંદર સદનનું ઉદ્ઘાટન કરાશે.
2 વર્ષમાં જ બાંધકામ પૂરુ કરાયું
નવા ગુજરાત સદનનું નામ "ગરવી ગુજરાત ભવન" આપવામાં આવ્યું છે. પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાનું એક સૌથી એવી આ સુંદર ગુજરાત ભવન 132 કરોડના ખર્ચે 20 હજાર 325 સ્કવેર મીટરમાં બનાવવામાં આવ્યું છે. NBCC કંપની દ્વારા 2 વર્ષમાં નવા ગુજરાત ભવનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનનો પાયો મૂક્યો હતો. જેમાં 19 સ્યૂટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, મીટિંગ રૂમ, 4 લાઉન્જ, લાઈબ્રેરી, જિમ, યોગા સેન્ટર, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ અને 2 મીડિયા રૂમ ઉપલબ્ધ છે.
7 માળની ઈમારતમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા
7 માળની આ ઈમારત છે. 2 અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગની સુવિધા સાથે ટેરેસ ગાર્ડનની સુવિધા પણ ગરવી ગુજરાત ભવનમાં છે. નવા ગુજરાત સદનના ઈમારતના નિર્માણ માટે પથ્થર ધૌલપુર અને આગ્રાથી લાવવામાં આવ્યા હતા. 2જી સપ્ટેમ્બરે તેના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને તમામ સાંસદો ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તે દરમ્યાન ગુજરાતી અસ્મિતા એટલે કે ગુજરાતની સંસ્કૃતિ પણ ગરવી ગુજરાત ભવનના માધ્યમથી બતાવાશે. હાલ જૂનું ગુજરાત ભવન કૌટલય માર્ગ પર છે, જે 1400 સ્કવેર મીટર વિસ્તારમાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે