આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ, 11.59 લાખ વિદ્યાર્થીનું ભાવિ થશે નક્કી
ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે (21મે)ના રોજ જાહેર કરવામાં આવશે. આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં રાજ્યભરમાંથી 11.59 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ સવારે 6 કલાકથી બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે (21મે)ના રોજ જાહેર કરવામાં આવશે. આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં રાજ્યભરમાંથી 11.59 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ સવારે 6 કલાકથી બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે.
7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ સાથે જ 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓનો પણ આ વર્ષે પરીક્ષામાં નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં શહેર અને ગ્રામ્યમાં ધોરણ 10ના 1 લાખ 23 હજાર 487 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી વધુ સુરતમાં 98,563, અમદાવાદમાં 69,906, બનાસકાંઠામાં 65,102, રાજકોટમાં 57,667, વડોદરામાં 56,293 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.
સૌથી ઓછા વિદ્યાર્થીઓ દીવમાં માત્ર 1,317, દમણમાં 2,516 અને ડાંગમાં(આહવા) 3,887 નોંધાયા હતા. આ વર્ષે 12,694 જેટલા વિદ્યાર્થીઓ NCERT આધારિત અભ્યાસક્રમની પણ આપી હતી પરીક્ષા. જેમાં સૌથી વધુ વિદ્યાર્થી સુરતમાંથી 5640 જેટલા નોંધાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે