આવતીકાલે ગુજરાતમાં IMA સાથે જોડાયેલા સભ્યો કાળો દિવસ મનાવશે, કારણ છે રાજસ્થાન સરકાર!

રાજ્યની 110 શાખાઓ સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલી દેશભરની 1700 શાખાઓ કાળા દિવસ તરીકે વિરોધ નોંધાવશે. રાજસ્થાન સરકાર દ્વારા પસાર કરાયેલા આરોગ્ય અધિકાર બિલ સામે આવતીકાલે વિરોધ દિવસ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  

આવતીકાલે ગુજરાતમાં IMA સાથે જોડાયેલા સભ્યો કાળો દિવસ મનાવશે, કારણ છે રાજસ્થાન સરકાર!

અતુલ તિવારી/અમદાવાદ: આવતીકાલે (સોમવાર) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા સભ્યો કાળો દિવસ મનાવશે. જી હાં. રાજ્યની 110 શાખાઓ સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલી દેશભરની 1700 શાખાઓ કાળા દિવસ તરીકે વિરોધ નોંધાવશે. રાજસ્થાન સરકાર દ્વારા પસાર કરાયેલા આરોગ્ય અધિકાર બિલ સામે આવતીકાલે વિરોધ દિવસ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  

27 માર્ચના રોજ કામ કરતા સમયે ગુજરાતના 33,000 સભ્યો સહિત દેશના 5.5 લાખ જેટલા IMAના સભ્યો કાળી રિબન પહેરી, કાળો દિવસ મનાવશે. રાજસ્થાન સરકારના આરોગ્ય અધિકાર બિલને IMA એ ગેરબંધારણીય ગણાવ્યો છે. આરોગ્ય અધિકાર બિલનો બળજબરીપૂર્વક અમલ કરવાથી ખાનગી આરોગ્ય સેવાઓને અવરોધ આવશે તેવી દહેશત છે. ઉચ્ચકક્ષાની ટેક્નોલોજી સંચાલિત આરોગ્ય સેવાઓ જોખમાવવાનો ડર વ્યક્ત કરાયો છે.

આ સંદર્ભે IMA એ જણાવ્યું હતું કે, આરોગ્યનો અધિકાર આપણા બંધારણ દ્વારા ભારતના નાગરિકોને આપવામાં આવ્યો છે અને તે પ્રદાન કરવાની જવાબદારી રાજ્યની છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news