શું તમને ખબર છે ઉત્તર ગુજરાતમાં ભૂકંપ બાદ આફ્ટર શોક પણ આવ્યા હતા, લોકો ઊંઘતા હતા ત્યારે જ!

Gujarat Earthquake : શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ ભયભીત છે લોકો...ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા આંચકા...4.2ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતુ પાટણનું સેવાળા ગામ... જોકે, ભૂકંપ બાદ બે આફ્ટર શોક પણ આવ્યા હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું... 23 વર્ષ બાદ ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી

શું તમને ખબર છે ઉત્તર ગુજરાતમાં ભૂકંપ બાદ આફ્ટર શોક પણ આવ્યા હતા, લોકો ઊંઘતા હતા ત્યારે જ!

Patan Earthquake : છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં ભૂકંપનો ભય વધ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ભૂકંપના આંચકા સિમિત હતા, હવે ઉત્તર ગુજરાતમા પણ ભૂકંપનો ભય પહોંચી ગયો છે. ગઈકાલે રાતે ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. પરંતું શું તમને ખબર છે કે, આ બાદ પણ આફ્ટર શોક આવ્યા હતા. લોકો ઊંઘમાં હતા, ત્યારે બે આફ્ટર શોક અનુભવાયા હતા. 

ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના ડિરેક્ટર જનરલ સુમેર ચોપરાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈ કાલે નોંધાયેલ 4.2 ની તીવ્રતાના ભૂકંપ બાદ ઉત્તર ગુજરાતમાં ભૂકંપના બે આફ્ટર શોક નોંધાયા હતા. રાત્રે 4.2 ના ભૂકંપ બાદ તરત જ 10.20 કલાકે 2.1 ની તીવ્રતાનો અને આજે સવારે 4.30 કલાકે 1.5 ની તીવ્રતાના બે આફ્ટર શોક નોંધાયા હતા. 

પાટણમાં ભૂકંપના આંચકા આવવાનું કારણ
તેમણે વધુમાં કહ્યું કે, ગઈ કાલે રાત્રે ઉત્તર ગુજરાતમા 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર હતું. અંદાજીત 9.5 કિલોમીટર ઊંડાઈથી ભૂકંપ નોંધાયો હોવાનું અનુમાન છે. એપી સેન્ટરથી 100 કિલોમીટર દૂર સુધી ભૂકંપની અસર થઈ હોય તેવું અનુમાન છે. પાટણમાં નોંધાયેલ ભૂકંપ કેમ્બે રીફટમાંની એક્ટિવિટીના કારણે આ ભૂકંપ આવ્યો હોઈ શકે. પાટણ પાસે કેમ્બે અને કચ્છ રીફટ ભેગી થાય છે, જયાં આ પ્રકારની હલચલની સંભાવનાઓ વધુ છે. 15 વર્ષ બાદ પાટણમા ફરી એક વખત ભૂકંપ નોંધાયો છે. 2010 માં પાટણ પાસે જ 4.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના પાછલા 15 વર્ષમાં 4 ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. 2010 માં પાટણ પાસે 4.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો હતો. 2017 માં ડીસા પાસે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. વર્ષ 2019 માં પાલનપુર પાસે 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગઈ કાલે 2024 ના વર્ષમાં ફરી પાટણ પાસે 4.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. 

સેવાળા ગામે હતું ભૂકંપનું કેન્દ્ર બિંદું
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ભૂકંપના કેન્દ્રબિંદુ એવા સેવાળા ગામે ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી. જ્યાં ગામમાં કોઈ નુકસાન નથી પણ ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2001 કચ્છમાં આવેલ ભૂકંપ બાદ ગતરોજ દેવ દિવાળીની રાત્રે સમગ્ર ઉત્તર ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકાને લઈને લોકો ભયભીત બની સલામતી ખાતર રોડ ઉપર અને ઘરની બહાર દોડી આવ્યા હતા. પાટણ જિલ્લામાં પણ ભૂકંપનો 4.2 ની તીવ્રતાનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે નોંધાયું છે. અમે જોયું કે, ગામમાં કોઈ નુકસાની નથી. પરંતુ ગામથી દૂર ખેતરમાં કેન્દ્રબિંદુ નોંધાયું છે અને ખેતરમાં તિરાડો જોવા મળી છે. ગામના લોકો મોટી સંખ્યામાં આ તિરાડ જોવા પહોંચ્યા હતા. જેથી અનેક તર્ક વિતરકો ઉભા થવા પામ્યા હતા. પાટણ જિલ્લામાં પ્રથમ વખત ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. ખાસ કરીને ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે લોકોમાં ભયનો માહોલ સાથે ફફડાટ જોવા મળ્યો છે. ભૂકંપને લઇ ગામમાં કોઈ નુકશાનીના સમાચાર નથી મળ્યાં. જેને લઇ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news