બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી બનશે 'નંબર-1'! તોડી શકે છે સચિનનો મહારેકોર્ડ
India vs Australia Test Series: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાં બન્ને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાવાની છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 22 નવેમ્બરથી શરૂ થશે. આ સિરીઝ ભારતીય ટીમ માટે અગ્નિપરીક્ષાથી ઓછી નથી.
Trending Photos
India vs Australia Test Series: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાં બન્ને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાવાની છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 22 નવેમ્બરથી શરૂ થશે. આ સિરીઝ ભારતીય ટીમ માટે અગ્નિપરીક્ષાથી ઓછી નથી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે સતત ત્રણ ટેસ્ટ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ભારે દબાણમાં છે. ટીમ ઈન્ડિયા પર વાપસી કરવાનું દબાણ છે. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બનવા જઈ રહ્યા છે. આમાં કેટલાક રેકોર્ડ તો ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી એકલો જ બનાવી શકે છે.
કોહલી પર બધાની નજર
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનાર કોહલી પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા છે. હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી 5 ટેસ્ટ મેચ વિરાટ માટે દુઃસ્વપ્નથી ઓછી નહોતી. તે 5 મેચમાં માત્ર 192 રન જ બનાવી શક્યો હતો. તેમણે ઓસ્ટ્રેલિયામાં હંમેશા સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેની પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. વિરાટ પાસે આ સિરીઝ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નંબર-1 બનવાની પણ તક હશે. વિરાટ કોહલી બન્ને દેશો વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારનાર ક્રિકેટર બની શકે છે.
સ્મિથને પાછળ છોડવાની તક
વિરાટે 25 મેચની 44 ઇનિંગ્સમાં 2042 રન બનાવ્યા છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 8 સદી અને 5 અડધી સદી ફટકારી છે. હાલ એક્ટિવ ક્રિકેટરોમાં માત્ર સ્ટીવ સ્મિથ જ તેનાથી આગળ છે. સ્મિથે 19 મેચની 37 ઇનિંગ્સમાં 2042 રન બનાવ્યા છે. તેના નામે 9 સદી છે. વિરાટ પાસે આ સિરીઝમાં તેને પાછળ છોડવાની તક મળશે.
વિરાટ તોડી શકે છે સચિનનો રેકોર્ડ
એકંદર રેકોર્ડની વાત કરીએ તો સચિન તેંડુલકરે બન્ને દેશો વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારી છે. સંન્યાસ લેતા પહેલા તેમણે કાંગારૂ ટીમ સામે 11 સદી ફટકારી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરના નામે 8 સદી છે. સિરીઝમાં સદી ફટકારતાની સાથે જ વિરાટ ગાવસ્કરથી આગળ થઈ જશે. સચિન સાથે બરાબરી કરવા માટે તેમણે 3 તેમને પાછળ છોડવા માટે 4 સદી ફટકારવી પડશે. આ મુશ્કેલ કામ છે, પરંતુ વિરાટ જેવા બેટ્સમેન માટે મુશ્કેલ નથી. જો તે આમ કરવામાં સફળ રહે છે તો ભારત સિરીઝ પણ જીતી શકે છે.
હેટ્રિક લગાવવા પર ટીમ ઈન્ડિયાની નજર
નોંધનીય છે કે, ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે સિરીઝ જીતી છે. ભારતે 2018-19 અને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બન્ને વખતે કાંગારૂ ટીમને 2-1થી હરાવ્યું હતું. હવે ભારતની નજર ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાની હેટ્રિક પર છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા. મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ અને મિશેલ સ્ટાર્ક.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે