રૂંવાડાં ઉભા કરી દે એવો સનસનીખેજ કિસ્સો! ફ્રેન્ડશીપ તોડતાં યુવતીના ન્યુડ વિડીયો-ફોટો વાયરલ, પછી...

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી યુવતીને જેની સાથે અગાઉ ફ્રેન્ડશીપ હતી, તે શખ્સે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી. ત્યારે યુવતીની જાણ બહાર મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.

રૂંવાડાં ઉભા કરી દે એવો સનસનીખેજ કિસ્સો! ફ્રેન્ડશીપ તોડતાં યુવતીના ન્યુડ વિડીયો-ફોટો વાયરલ, પછી...

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીમાં યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય તે દરમિયાન વીડિયો કોલ દ્વારા યુવતીની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યુડ વિડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ઇન્સ્ટગ્રામનું ફેક આઈડી બનાવી તેમાં ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફ મોકલી યુવતી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદીના કુટુંબની સમાજમાં બદનામી કરવાની ધાક ધમકીઓ આપવામાં આવતી હતી. જે ગુનામાં પહેલા પોલીસ કર્મચારી સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરીને કોર્ટ હવાલે કરવામાં આવ્યા હતા. 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી યુવતીને જેની સાથે અગાઉ ફ્રેન્ડશીપ હતી, તે શખ્સે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી. ત્યારે યુવતીની જાણ બહાર મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને ત્યારબાદ યુવતીને આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા માંગતી ન હોય તે બાબતનું મન દુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ નામના આરોપીએ યુવતીના ન્યુડ વિડિયો અને ફોટોસ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇ.ડી. બનાવીને તેમાં યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી પોતાની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું.

યુવતી તેમજ તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી. જેથી યુવતીએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ વાસુદેવભાઈ હડિયલ અને હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ) રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપી હરેશ ઘનશ્યામ ચૌહાણ જાતે સંદીપ વાસુદેવ હડીયલ ઉમેશ ઘનશ્યામ સોનગરા રહે તેમજ મેહુલ ઘનશ્યામ મકવાણા વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટ હવાલે કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news