દાળભાતિયા ગુજરાતીઓનું મ્હેણું બે અમદાવાદીઓએ ભાંગ્યું, જગત જમાદાર અમેરિકા માટે લડશે

Gujaratis In American Army : બે અમદાવાદીઓ દમદાર નીકળ્યા, આ બંને યુવકોનું ઉદાહરણ દાળભાતિયા ગુજરાતીઓનું મેણું ભાંગવા પૂરતા હશે. યશ પટેલ અને હિતાર્થ દેસાઈ દાળભાતિયા ગુજરાતીનું મહેંણું ભાંગીને જ જંપશે
 

દાળભાતિયા ગુજરાતીઓનું મ્હેણું બે અમદાવાદીઓએ ભાંગ્યું, જગત જમાદાર અમેરિકા માટે લડશે

American Army : સામાન્ય રીતે લોકો ગુજરાતીઓને દાળભાતિયા ગુજરાતી કહીને મજાક ઉડાવતા હોય છે અને દેશમાં ગુજરાતી સૈનિકો ઓછા હોવાનું અફવા ફેલાવતા હોય છે. ત્યારે દાળભાતિયા ગુજરાતીઓનું મ્હેણું બે અમદાવાદીઓએ ભાંગ્યું છે. બે ગુજરાતી યુવકો દમદાર નીકળ્યા છે. તેઓ હવે અમેરિકન આર્મી માટે લડશે. વિશ્વ આખામાં અમેરિકાની સૈન્ય શક્તિ વખણાય છે, ત્યારે જગત જમાદાર કહેવાતા અમેરિકા માટે બે ગુજરાતી યુવાનો કામ કરશે. બે અમદાવાદી યુવકો અમેરિકા માટે લડવા માટે બોર્ડર પર જશે. અમેરિકાની સૌથી મહત્ત્વની ગણાતી ફોર્સ એવી યુએસ મરીનમાં અમદાવાદનો એક યુવા હિતાર્થ દેસાઈ ભરતી થવામાં સફળ રહ્યો છે. તો ખાડિયામાં રહેતા 28 વર્ષીય યુવક યશ પટેલની યુ.એસ. આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. આ બંને યુવકોનું ઉદાહરણ દાળભાતિયા ગુજરાતીઓનું મેણું ભાંગવા પૂરતા હશે. યશ પટેલ અને હિતાર્થ દેસાઈ દાળભાતિયા ગુજરાતીનું મહેંણું ભાંગીને જ જંપશે!

યશ પટેલનું અમેરિકન આર્મીમાં સિલેક્શન
ખાડિયામાં રહેતા 28 વર્ષીય યુવક યશ પટેલની યુ.એસ. આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. અમદાવાદની મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12માં ધોરણ સુધી અભ્યાસ અને ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી હાંસલ કરી હતી. ગ્રેજ્યુએશન કર્યા બાદ 2016માં યશ અમેરિકા ગયો અને ત્યાં બોસ્ટર્નમાં એમ.એ. પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી.

હિતાર્થ દેસાઈ યુએસ મરીનમાં જોડાયો 
આવી કપરી ટ્રેનિંગ સફળતાથી પાર પાડીને હિતાર્થ સત્તાવાર રીતે 8 માર્ચ 2023ના રોજ યુએસ મરીનમાં જોડાયો. હવે તે ઓછામાં ઓછા ચાર વર્ષ સુધી તેમાં સેવા બજાવશે. અમેરિકાની સૌથી મહત્ત્વની ગણાતી ફોર્સ એવી યુએસ મરીનમાં અમદાવાદનો એક યુવા હિતાર્થ દેસાઈ ભરતી થવામાં સફળ રહ્યો છે.

હિતાર્થની ટ્રેનિંગ કપરી રહી
યુએસ મરીનની ટ્રેનિંગ બહુ જ કપરી કહેવાય છે. તેમાં પણ 13 સપ્તાહની બુટ કેમ્પની ટ્રેનિંગ કોઈ જેલથી ઓછી નથી. અનેક અમેરિકનો પણ આ ટ્રેનિંગ અધવચ્ચે છોડીને પરત આવતા હોય છે.  ત્રણ દિવસ ભૂખ્યા રહેવું, ઘણા દિવસો સુધી મીઠા વગરનું ભોજન લેવું, ગેસ ચેમ્બરમાં પુરાઈ રહેવું, રિયલ કોમ્બેટ મિશન જેવા માહોલનો સામનો કરવો, દરરોજ સવારે 4 વાગ્યે ઊઠીને ટ્રેનિંગમાં જોડાવવું એ બધુ જ કરવુ પડે છે. આ બધુ પાર પાડીને તે સિલેક્ટ થયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news