હવે ગુજરાતની દીકરીઓ નહીં, રોમિયો રડશે! પોલીસની SHE ટીમે અંદરખાને કરી છે આ વ્યવસ્થા!

શાળા અને કોલેજની અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરતા ક્યાંકને ક્યાંક ડર કે સંકોચ અનુભવતા હોય છે.જેને લઈ આણંદ ટાઉન પોલીસ મથકની શી ટીમ દ્વારા નવતર પહેલ શરૂ કરી છે..

હવે ગુજરાતની દીકરીઓ નહીં, રોમિયો રડશે! પોલીસની SHE ટીમે અંદરખાને કરી છે આ વ્યવસ્થા!

બુરહાન પઠાણ/આણંદ: શાળા કોલેજની બહાર રોડ રોમીયોનાં ત્રાસ હોય કે શાળા કોલેજની અંદર સગીર દિકરીઓને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરાતી હોવાની ધટનાઓ બનતી હોય છે, પરંતુ કિશોરી બદનામી કે ડરનાં કારણે આ વાત કોઈને કહી શકતી નથી, ત્યારે કિશોરી આવી ધટનાઓ કે પછી અન્ય કોઈ મુંજવણ અંગે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરીયાદ કરી શકે તે માટે આણંદ ટાઉન પોલીસની SHE ટીમ દ્વારા એક અનોખી પહેલ કરી શાળામાં કંપલેન બોકસ મુકવામાં આવ્યા છે. જેથી રોડ રોમીયોનાં ત્રાસ હોય કે પછી અન્ય કોઇ સમસ્યા હોય તે માટે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરીયાદ લખીને આ કંપલેન બોક્ષમાં નાખી શકશે અને પોલીસની શી ટીમ દ્વારા કિશોરીની ઓળખ જાહેર કર્યા સિવાય સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.

ફરીયાદ કરનાર કિશોરીની ઓળખ પણ ગુપ્ત રખાશે!
શાળા અને કોલેજની અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરતા ક્યાંકને ક્યાંક ડર કે સંકોચ અનુભવતા હોય છે.જેને લઈ આણંદ ટાઉન પોલીસ મથકની શી ટીમ દ્વારા નવતર પહેલ શરૂ કરી છે,.શી ટીમનાં ઈન્ચાર્જ જસીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રાજય સરકારનાં અભિગમ અનુસાર પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મિણા અને નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલની સુચના અને ટાઉન પી.આઈ જી.એન પરમારનાં માર્ગદર્શન હેઠળ આણંદ શહેરની દરેક શાળા અને કોલેજોમાં કંપ્લેન બોક્ષ મુકવામાં આવનાર છે.જેમાં વિદ્યાર્થીનીઓ પોતાની ફરિયાદ કરી શકશે.જે પ્રશ્નોનાં પોલીસની શી ટીમ દ્વારા નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે,અને તેમાં ફરીયાદ કરનાર કિશોરીની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે

વિદ્યાર્થીનીઓને કંપલેન બોક્ષ અંગે સમજ અપાઈ
શાળા કોલેજોમાં અંદર કે બહાર બનતી ઘટનાઓ અંગે ઘણી વખત વિદ્યાર્થીનીઓ રોડ રોમિયોનાં ડર કે પરિવારની બદનામીનાં ડરનાં કારણે ફરિયાદ કરી શકતા નથી.આ સ્થિતિમાં સ્કૂલ,કોલેજોમાં અંદર અને બહાર કોઈ દબાણ, ધમકીની ઘટના કે રોડ રોમીયો તત્વોના ત્રાસ અંગે વિદ્યાર્થીનીઓ નિર્ભય બનીને ફરિયાદ કરી શકે તે માટે શહેરની તમામ શાળા કોલેજમાં કંપલેન બોક્ષ મુકવામાં આવશે. પ્રથમ તબક્કામાં આણંદ શહેરની કસ્તુરબા વિદ્યાલય,સાલ્વેશન આર્મી શાળા, ગામડીની પ્રાથમિક શાળા સહીત ચાર જેટલી શાળાઓમાં કંપલેન બોક્ષ મુકવામાં આવ્યા છે. શાળાની વિદ્યાર્થીનીઓને પણ પોતાની ફરીયાદ કે સમસ્યા આ કંપલેન બોક્ષમાં કરવા માટે સમજાવવામાં આવી હતી. તેમજ દરેક શાળાનાં આચાર્યો અને શિક્ષકોને પણ આ બાબતે માહિતી આપી હતી. તેમજ ધોરણ 8 થી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ કંપલેન બોક્ષ અંગે સમજ આપવામાં આવી હતી.

સમસ્યાનાં નિરાકરણ માટે પ્રયાસો
વિદ્યાર્થીનીઓ શાળા કોલેજમાં અંદર કે બહારની કોઈ સમસ્યા કે પછી પોતાનાં પરિવારની કોઈ સમસ્યા અંગે પણ ફરીયાદ લખીને કંપલેન બોક્ષમાં મુકી શકશે અને ત્યારબાદ દર ત્રણથી ચાર દિવસે શી ટીમ દ્વારા દરેક શાળામાં મુકેલા કંપલેનબોક્ષમાંથી ફરીયાદો મેળવ્યા બાદ ફરીયાદ કરનાર વિદ્યાર્થીની ઓળખ ગુપ્ત રાખીને તેની સમસ્યાનાં નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news