વિજયાદશમીના મુહર્તમાં ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞનું કરાયું આયોજન, જોડાયો પાટીદાર સમાજ
ઊંઝામાં વિજયાદશમીના પવિત્ર મુહર્તમાં લક્ષચંડી મહાયજ્ઞને અનુલક્ષીને આજે ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ આજે વાજતે ગાજતે કરવામાં આવ્યો છે. જેને લઇને માઁ ઉમાના નિજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગીમાં બિરાજમાન મહાયજ્ઞના તમામ મુખ્ય પાટલાના યજમાનો, દ્વિચક્રી વાહનો પર સવાર યુવતીઓ, માથે જવેરા સાથેનો કુંભ ઘડો મૂકેલ મહિલાઓ તેમજ પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: ઊંઝામાં વિજયાદશમીના પવિત્ર મુહર્તમાં લક્ષચંડી મહાયજ્ઞને અનુલક્ષીને આજે ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ આજે વાજતે ગાજતે કરવામાં આવ્યો છે. જેને લઇને માઁ ઉમાના નિજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગીમાં બિરાજમાન મહાયજ્ઞના તમામ મુખ્ય પાટલાના યજમાનો, દ્વિચક્રી વાહનો પર સવાર યુવતીઓ, માથે જવેરા સાથેનો કુંભ ઘડો મૂકેલ મહિલાઓ તેમજ પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા.
આજે ઉમિયા માતા મંદિર પરિસરથી આજે દશેરાના શુભ મુહર્તમાં આગામી ડિસેમ્બર માસમાં યોજનાર લક્ષચંડી હવનને ધ્યાન પર લઈને આજે વિજય મુહર્તમાં લક્ષચંડી હવનની ત્યારી આજથી આંભી દેવામાં આવી છે. જેમાં ઊંઝા વિસનગર રોડ પર મોટા મેદાનમાં આજે ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ સમાહરવ આજે યોજવામાં આવ્યો હતો. જેમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે ઉમિયા બાગ સુધી યાત્રા આજે નીકળી હતી.
જામનગર: એસપી શરદ સિંધલે કર્યું પોલીસ હેડક્વાટર ખાતે હથિયારોનું પૂજન
આગામી ડિસેમ્બર માસની 18 તારીખથી 22 તારીખ સુધીમાં ઉમિયા મંદિરમાં એક લાખ ચંડીપાઠ કરવામાં આવનાર છે. જેના આહુતિ સહીત ભોજન પ્રસાદની ખાસ વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને મંદિર પરિસર દ્વારા ખાસ આયોજન અને સેવકો દ્વારા આ યાદગાર પ્રસંગને ઉમેરવા માટે આજથી પાટીદાર સમાજ પાછી પાની નહીં કરે આ લક્ષચંડી હવનમાં એક લાખ જેટલા ચંડીપાઠ થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ લક્ષચંડીમાં ખાસ ભૂદેવોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં 14 જાન્યુઆરીએ નહી પણ દશેરાના દિવસે ઉજવાય ઉત્તરાયણ, જાણો શું છે કારણ
ઊંઝામાં અનેરો અવસર શરુ થયો છે. આજે ચંડીપાઠની પાઠશાળા અને વિજય સ્થંભનું આરોહણ મહાયજ્ઞના મુખ્ય આચાર્યની નિસારમાં આજે શુભ શરૂવાત કરવામાં આવી છે. જેમાં શાસ્ત્રી રાજેશ અનંતદેવ શુકલના મુખેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આજે શુભ ચોઘડિયે મુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ આજે લાલ સાફામાં ઊંઝાની અને પાટીદાર સમાજની દીકરીઓ દ્વારા બાઈક સહીત મોપેડ રેલી યોજવામાં આવી હતી. નિજ મંદિરથી આની શરૂવાતમાં ખાસ આયોજન કરાયું હતું. જેમાં ઉમિયા નગર જેમાં ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ કરવાનું આયોજન હતું. તે જગ્યા પર આ રેલી પોહચી હતી.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે