વાવમાં ખરાખરીનો જંગ! ઉમેદવારી કરવા ભાજપના નેતાઓની લાઈન લાગી, 70 ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પહોંચ્યા

Vav Vidhansabha Election : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા... ભાભરની લોહાણા સમાજની વાડીમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટયો... 50 થી વધુ અપેક્ષિત ઉમેદવારો સેન્સ પ્રક્રિયા માટે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા.... 2022ની  વાવ વિધાન સભામા ભાજપ માથી ચૂંટણી હારેલા સ્વરૂપજી ઠાકોર સહિત અનેક અપેક્ષિત ઉમેદવાર પહોંચ્યા... પ્રદેશમાંથી નિમાયેલા નિરીક્ષકો હજુ સુધી નથી પહોંચ્યા સેન્સ પ્રક્રિયામાં

વાવમાં ખરાખરીનો જંગ! ઉમેદવારી કરવા ભાજપના નેતાઓની લાઈન લાગી, 70 ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પહોંચ્યા

Gujarat Elections અલકેશ રાવ/બનાસકાંઠા : વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં ટીકીટ લેવા માટે અનેક ઉમેદવારો લોબિંગ કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા આજે ભાભરના લોહાણા સમાજની વાડીમાં ભાજપના નિરીક્ષક જનક પટેલ,દર્શનાબેન વાઘેલા યમલ વ્યાસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે જ્યાં 70થી વધુ ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે આ વિધાનસભાની સીટ કબજે કરવા માટે આ વખતે ભાજપ અને કોંગ્રેસ પક્ષ કોઇપણ કચાશ રાખવા માંગતા નથી, ત્યારે અનેક ટીકીટ વાંછુક ઉમેદવારો ટીકીટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી લોબિંગ કરી રહ્યા છે. ભાજપ પક્ષ દ્વારા આજે ભાભરની લોહાણા વાડીમાં ભાજપના નિરીક્ષક જનક પટેલ,દર્શના વાઘેલા અને યમલ વ્યાસ ઉમેદવારોના સેન્સ લેવા પહોંચ્યા હતા. જ્યાં 70 થી વધુ ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે. 

કોણ કોણ પહોંચ્યુ
વાવ વિધાનસભાની 2022માં ગેનીબેન સામે ચૂંટણી હારેલા સ્વરૂપજી ઠાકોર, નૈકાબેન પ્રજાપતિ, અમીરામ આસલ, પીરાજી ઠાકોર,ગજેન્દ્રસિંહ રાણા, ખેમજીભાઈ ઠાકોર, તારાબેન ઠાકોર, કાનજીભાઈ રાજપૂત સહિતના અનેક નેતાઓ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે. જ્યાં ભાજપના ત્રણેય નિરીક્ષકો એક બાદ એક ઉમેદવારોને બોલાવીને તેમને સાંભળી રહ્યા છે તેમજ ઝીણવટભરી વિગતો મેળવી રહ્યા છે. જોકે નિરીક્ષકો સાંજ સુધી તમામ ઉમેદવારોને સાંભળશે તે બાદ રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલશે, જે બાદ અનેક સમીકરણો જોઈને ભાજપ ઉમેદવારને પસંદ કરશે

ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, હું મારી ઉમેદવારી નોંધાવવા આવ્યો છું. 2022માં હું અપક્ષ લડ્યો હતો અને 26 હજાર જેટલા મત મેળવ્યા હતા..મને ટીકીટ મળે તો હું ચોક્કસ જીતીશ. તો રાજવી પરિવારના ગજેન્દ્રસિંહ રાણાએ પણ ઉમેદવારી કરી છે. તેમણે કહ્યું કે, હું આજે અહીં મારી ઉમેદવારી નોંધાવવા આવ્યો છું..જો મને ટીકીટ મળે તો હું જીત અપાવીશ. આ ઉપરાંત અન્ય ઉમેદવાર પીરાજી ઠાકોરે કહ્યું કે, હું ઘણા વર્ષથી રાજકારણ સક્રિય છું આ વિસ્તારમાંથી વાકેફ છું આજે હું મારી દાવેદારી નોંધાવવા આવ્યો છું.

નિરીક્ષક યમલ વ્યાસે જણાવ્યું કે, આજે અમે ત્રણ નિરીક્ષકો સેન્સ લઈ રહ્યા છીએ તમામ ઉમેદવારોને સાંભળી વિગતો લઈને પ્રદેશમાં મોકલીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news