વેજલપુર પોલીસ સામાન્ય નાગરિકો સામે દંડા પછાડે પણ અસામાજીક તત્વો સામે બિચારી બિલાડી બની જાય છે

શહેરમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કાળુ ગરદન અને નઝીર વોરાએ ફરી માથું ઉચકયું છે ત્યાં ફતેવાડીમાં પોલીસની હાજરીમાં એક શખ્સે પોતાની પત્નીને છરા દ્વારા હુમલાના પ્રયાસ કરવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થતા પોલીસે હુમલાખોર શખ્સને ઝડપી લીધો છે. 

વેજલપુર પોલીસ સામાન્ય નાગરિકો સામે દંડા પછાડે પણ અસામાજીક તત્વો સામે બિચારી બિલાડી બની જાય છે

અમદાવાદ : શહેરમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કાળુ ગરદન અને નઝીર વોરાએ ફરી માથું ઉચકયું છે ત્યાં ફતેવાડીમાં પોલીસની હાજરીમાં એક શખ્સે પોતાની પત્નીને છરા દ્વારા હુમલાના પ્રયાસ કરવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થતા પોલીસે હુમલાખોર શખ્સને ઝડપી લીધો છે. 

વેજલપુર પોલીસની ગિરફતમાં દેખાતા શખ્સનું નામ તહેસીમ અલીહુસેન કુરેશી છે. આમ તો આ શખ્સ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના રિપેરીંગનું કામ કરે છે. પરંતુ તેણે જાહેરમાં પોતાની બીજી પત્ની પર છરાથી હુમલો કરતા તેની ધરપકડ કરાઈ છે. શુક્રવારના રોજ પોલીસને મેસેજ મળ્યો હતો કે મસ્તાન મસ્જિદ પાસે એક મહિલાને તેના જેઠ જેઠાણી માર મારે છે. જેથી વેજલપુર પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ જ કરી રહી હતી. ત્યારે અચાનક આરોપી તહેસીમ કુરેશીએ પત્ની પર છરાથી હુમલો કર્યો હતો. જે ઘટનાના CCTV વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

હાલ તો વેજલપુર પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે જાહેરમાં બનેલી સમગ્ર ઘટના કૅમેરામાં કેદ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા હતા. જેથી પોલીસે આ પ્રકારનું કૃત્ય અન્ય કોઈ શખ્સ ન કરે તે હેતુથી ઝડપાયેલા આરોપીનો પત્નીને માફી માંગતો વીડિયો અધિકારીએ જ બનાવડાવી વાહવાહી મેળવી છે.

આ ઘટના પાછળનું કારણ પતિ પત્નીનો પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જો કે ફરિયાદી મહિલા આરોપીની બીજી પત્ની હોવાથી પોલીસે ઝઘડા પાછળનું સાચું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. એક તરફ જુહાપુરા સહિતના આસપાસના વિસ્તારમાં કાલુ ગરદન જેવા હિસ્ટ્રીશીટર ગુનેગાર બેફામ બનતા પોલીસની નબળી કામગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે સમગ્ર સંવેદનશીલ મામલાની ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે, ત્યારે આ ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પોતાની સારી કામગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news