Audio Viral : મહીસાગર SDM ને ચઢ્યો સાહેબગીરીનો પારો, બાળપણના મિત્રને ખખડાવી નાંખ્યો
મહીસાગર (Mahisagar) ના વીરપુરના SDMનો એક ઓડિયો વાયરલ થયો છે. SDM હરેશભાઈ. ટી. મકવાણા ફોન પર કોઈને ધમકાવી રહ્યા છે. સામી વ્યક્તિ સાહેબની જગ્યાએ નામથી બોલાવતા ગુસ્સે ભરાઈ ગયા હતા. અને ફોન પર ધમકાવ્યુ હતું. SDM એચ.ટી મકવાણાનો જૂનો ઓડિયો હાલ વાયરલ (viral audio) થયો છે. સરકારી અધિકારીઓનો રોફ ઝાડતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં આ અધિકારી તો નાનકડી વાત પર વોરન્ટ પકડાવવાની પણ ધમકી આપી રહ્યાં છે.
Trending Photos
અલ્પેશ સુથાર/મહીસાગર :મહીસાગર (Mahisagar) ના વીરપુરના SDMનો એક ઓડિયો વાયરલ થયો છે. SDM હરેશભાઈ. ટી. મકવાણા ફોન પર કોઈને ધમકાવી રહ્યા છે. સામી વ્યક્તિ સાહેબની જગ્યાએ નામથી બોલાવતા ગુસ્સે ભરાઈ ગયા હતા. અને ફોન પર ધમકાવ્યુ હતું. SDM એચ.ટી મકવાણાનો જૂનો ઓડિયો હાલ વાયરલ (viral audio) થયો છે. સરકારી અધિકારીઓનો રોફ ઝાડતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં આ અધિકારી તો નાનકડી વાત પર વોરન્ટ પકડાવવાની પણ ધમકી આપી રહ્યાં છે.
આ વાયરલ ઓડિયોમાં એચટી મકવાણા સામેવાળી વ્યક્તિને સાહેબ કહેવા દબાણ કરે છે. તેઓ ઓડિયોમાં કહી રહ્યા છે કે, ‘મને હરેશભાઇ, હરેશભાઇ ન કહો, સાહેબ કહો. હું સરકારી અધિકારી તમારે સાહેબ જ કહેવું પડે.’ આટલુ જ નહિ, તેમણે ફોન પર સામી વ્યક્તિને આટલી નાનકડી બાબત પર વોરન્ટ આપવાની પણ ધમકી આપી હતી. જોકે, બીજી તરફ, સામેવાળી વ્યક્તિ SDM ના ક્લાસમેટ હોવાનો દાવો કરી રહ્યો છે. સામી વ્યક્તિે ફોન પર કહ્યું હતું કે, આપણે સાથે ભણતા હતા માટે તમને ભાઇ કહીને સંબોધું છું. તેમ છતા એસડીએમ પોતાને સાહેબ કહેવડાવવા પર દબાણ કરે છે.
ફોન કરનાર વ્યક્તિ પોતાને SDM હરેશભાઈ 'સાહેબ'ને પોતાનો ક્લાસમેટ બતાવી રહ્યા છે.અને સાથે ભણ્યા હોવાનું કહી રહ્યા છે. પણ સામે SDM સાહેબ હું મારી મહેનતથી આ પદ પર બેઠો હોવાની વાત કરી રહ્યા છે.અને કહી રહ્યા છે કે હરેશભાઈ નહીં સાહેબ કહેવાનું, હું સરકારી અધિકારી છું. આમ કહી ફોન કરનાર વ્યક્તિ પર રૌફ ઝાડી રહ્યા છે.નાયબ કલેકટરની પોસ્ટ પર બેઠેલા અધિકારીનો આ રીતના વ્યવહારની લોકો ઝાટકણી કાઢી રહ્યા છે.
વાયરલ ઓડિયોના અંશો
SDM: ભાઈ તમે છે ને, તમે મને વ્હોટ્સએપ પર હરેશભાઈ હરેશભાઈ લખીને ના મોકલો. ખોટી કાયદેસરની કાર્યવાહી કરવાની મને ફરજ ના પડો તમે.
સાહેબનો ક્લાસમેટઃ કેમ સર શું થયું?
SDM: પણ તમે હરેશભાઈ કેવી રીતે કહી શકો? નાયબ કલેક્ટરને તમે એ રીતે સંબોધન કરો, તમે સરકારી નોકરી કરતા હોવ તો એટલી ફરજ પ્રત્યેની એટલી ભાન છે કે નથી?
સાહેબનો ક્લાસમેટઃ પણ સર હું શું કહું છું તમને, આપણે તો ક્લાસમેટ હતા.
SDM: ક્લાસમાટે હોવ એટલે એવો અધિકાર મળે છે કે આવી રીતે અપમાન કરવાનું? હું અપમાનમાંથી, સમાજમાંથી નીકળવા માટે આટલી મહેનત કરી નાયબ કલેક્ટર બન્યો છું અને તમે મને હજુ અપમાનિત કરો છો એ હું થોડી ચલાવી લઉં. પછી હું કાયદેસરની કાર્યવાહી જ કરીશ. વોરન્ટ કાઢીને પકડીને અહીં લાવવા ના પડે તેના માટે હું ચેતવણી આપું છું.
સાહેબનો ક્લાસમેટઃ સર હું શું કહું છું તમને. મારી ભૂલ થઈ ગઈ. ચાલો સોરી.. બરાબર. હવે પછી અમે તમને, આ તો આપણે ક્લાસમેટ હતા, એટલે અમે ગૌરવ લઈએ છીએ.
SDM: હવે ક્લાસમેટ નથી, હું સરકારમાં એક હોદ્દા પર છું અને આ હોદ્દો પ્રાપ્ત કરવા માટે અથાક મહેનત કરી છે, બરાબર છે?
સાહેબનો ક્લાસમેટઃ રાઈટ છે, રાઈટ છે
SDM: કોઈએ મને ચૂંટીને આ હોદ્દા પર મોકલ્યો નથી. મારી ક્ષમતાથી હું આ હોદ્દા પર છું અને જો તમને કદર ના હોય અને આ રીતે વર્તન કરતા હોવ તો મને સત્તા આપેલી છે.
સાહેબનો ક્લાસમેટઃ પણ સાહેબ મેં તમને કઈ ખોટું ક્યાં કીધું છે સાહેબ.
SDM: પણ તમે આવી રીતે સંબોધન ના કરી શકો.
સાહેબનો ક્લાસમેટઃ હવે સાહેબ અમને ખબર નહોતી આ બધી બરાબર અમારી ભૂલ થઈ ગઈ. હવે પછી તમને સર કહીશું. અમને આવી કઈ ખબર નહોતી કે કોઈ આપણી જોડે ભણેલા માણસ હોય તે આટલા ઊંચા લેવલ પર જાય એટલે સર કહેવું પડે એવું મે ક્યાંય નથી જોયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે