હવે પાણી પર પણ રહેશે પહેરો: સૌરાષ્ટ્ર્માં પાણી અછતને કારણે થઇ રહી છે ચોરી

 સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે પાણીની ખૂબ જ અછત જોવા મળી રહી છે. જેને કારણે પાણી ચોરીના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે હવે જામનગર જિલ્લાના વિવિધ ડેમોમાંથી થતી પાણી ચોરીના બનાવો અટકાવવા માટે તંત્રએ કમર કસી છે. પાણી ઉપર પહેરો ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 
 

હવે પાણી પર પણ રહેશે પહેરો: સૌરાષ્ટ્ર્માં પાણી અછતને કારણે થઇ રહી છે ચોરી

મુસ્તાક દલ,જામનગર: સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે પાણીની ખૂબ જ અછત જોવા મળી રહી છે. જેને કારણે પાણી ચોરીના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે હવે જામનગર જિલ્લાના વિવિધ ડેમોમાંથી થતી પાણી ચોરીના બનાવો અટકાવવા માટે તંત્રએ કમર કસી છે. પાણી ઉપર પહેરો ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

હાલ જામનગરના મોટાભાગના નદી નાળા અને ડેમ ખાલી થઈ ગયા છે. એવા સમયે ત્રણ જેટલા ડેમોમાં પાણી રહેલું છે. જેમાં સસોઇ, ઉંડ અને ફુલઝર ડેમનો સમાવેશ થાય છે ત્યારે આ ત્રણેય ડેમોમાં રાખવામાં આવેલા પાણીના અનામત જથ્થાને સાચવી રાખવા માટે તંત્રએ એસઆરપી જવાનોનો બંદોબસ્ત નો આજથી પ્રારંભ કર્યો છે. અને હવે પાણી ઉપર પણ તંત્રએ પહેરો લગાવ્યો છે.

મોડાસા: ઝઘડો જોવા જતા કુવાડી વાગતા યુવકનું મોત, પરિવારમાં આક્રંદ

સમગ્ર સૌરાષ્ટ્રની સાથેસાથે આ વર્ષ જામનગર જિલ્લામાં પણ ચોમાસામાં અપૂરતો અને અનિયમિત વરસાદ હોવાથી નદીઓ નાળાઓ અને ડેમો સુકાવવા લાગ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આવેલ મોટાભાગના ડેમો ખાલીખમ પડ્યા છે, તો જે ડેમોમાં થોડુંઘણું પાણી બચ્યું છે તેને પણ પીવા માટે અનામત રાખી દેવામાં આવ્યું છે અને સિંચાઇ માટે પાણી ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

અમદાવાદ: નિકોલમાં ઉત્તરાયણ પહેલા યુવકનો દોરીના વાગતા થયો અકસ્માત

જામનગર જિલ્લામાં પણ ત્રણ ડેમો સસોઈ ડેમ , ઉંડ ડેમ અને ફુલઝર ડેમના કમાન્ડ વિસ્તારોમાં પાણી ચોરીના થાય અને પાણી પીવા માટે અનામત રાખી શકાય તેના માટે આ ત્રણેય ડેમો પર એસઆરપીનો પહેરો લગાવી દેવામાં આવ્યો છે. જ્યાં દિવસરાત એસઆરપીના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news