અમદાવાદ : બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, 3ના મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 

અમદાવાદ : બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, 3ના મોત

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોપલ વિસ્તારમાં સંસ્કૃતિ ફ્લેટની સામે આવેલી મહાનગર નગરપાલિકાની પાણીની ટાંકી એકાએક તૂટી પડી હતી. આ ટાંકી 30 ફૂટની હતી. આ ટાંકી પડતા જ તેનો કાટળાળ તેને અડીને આવેલ કેટરીંગના ગોડાઉન અને આરઓ પ્લાન્ટ પર પડ્યો હતો. આ ગોડાઉનમાં 20થી વધુ લોકો કામ કરતા હતા. જેને કારણે અનેક લોકો તેના કાટમાળ નીચે દટાયા છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગ દોડતું થયું હતું. કાટમાળ નીચે દબાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઈજા થઈ છે. તો 3 લોકોના મોત નિપજ્યા છે. 

બપોરે 12 વાગ્યાની આસપાસ ટાંકી એકાએક તૂટી પડી હતી, જેથી સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. ફાયર વિભાગ ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પોતાના સામાન સાથે પહોંચી હતી. પાણીની ટાંકીની સાથે નજીકનું એક મહાકાળ વૃક્ષ પણ તૂટી પડ્યુ હતુ. જેથી કટરના મદદથી વૃક્ષને કાપવામાં આવ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓ સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news