અમદાવાદમાં પાંચ સ્થળે ખુલશે શાકભાજી માર્કેટ, મેયરે ટ્વીટ કરી નાગરિકોને અભિનંદન પાઠવ્યા
Trending Photos
અમદાવાદ : અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન નો આવતી કાલે અંતિમ દિવસ છે ત્યારે AMCએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. શાકભાજી માર્કેટ માટે શહેરના 5 સ્થળો પર જથ્થાબંધ અને છૂટક બને માર્કેટ ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વાસણા apmc માર્કેટ, અમદાવાદ ગુજરી બજાર, AES ગ્રાઉન્ડ, કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ અને જેતલપુર એપીએમસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ સ્થળો પર વહેલી સવારથી જ માર્કેટ શરૂ થશે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની લોન અંગે સ્પષ્ટતા, આ પ્રકારે ઉદ્યોગ સાહસીકોને મળશે લોન
જો કે વહેલી સવારથી શરૂ થયેલ માર્કેટ બે તબક્કામાં સંચાલિત થશે. પ્રથમ તબક્કામાં વહેલી સવારે હોલસેલ માર્કેટ ભરાશે. બપોર બાદ રિટેલ માર્કેટ ખુલશે તેવું હાલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આમ તો સમય ને લઈ મુંઝવણ છે પરંતુ 1 વાગ્યા સુધી રિટેલ શાકભાજી ખરીદી શકશે. જો કે આ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન પોલીસ દ્વારા રાખવામાં આવશે.
આ અંગે ટ્વિટ કરતા અમદાવાદનાં મેયર બિજલ પટેલે જણાવ્યું કે, 15 તારીખથી એટલે કે આવતી કાલથી જીવન જરૂરી વસ્તુઓ જેવી કે શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલી રહી છે. આવા સમયે શાંતિ અને સમજદારી પુર્વક વિવેક બુદ્ધીનો ઉપયોગ કરીને ખરીદી કરવા માટે નિકળવું. ચહેરા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવો. કોર્પોરેશન દ્વારા જનહિતમાં તબક્કાવાર પગલા ભરવામાં આવી રહ્યા છે. આફતને અવસરમાં પરિવર્તિત કરવાની શક્તિ આપણા લોહીમાં છે. આવો સાથે દેશને આગળ વધારીએ અને કોરોના મુક્ત પણ બનાવીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે