Gujarat: પતિના સ્પર્મથી પત્નીને કૃત્રિમ ગર્ભ ધારણ કરવાની હાઇકોર્ટે આપી મંજૂરી

હાઇકોર્ટે (High Court) અવલોકન કર્યું હતું કે એવો કોઇ કાયદો નથી કે પત્ની તેના પતિના સ્પર્મ (Sperm) નો ઉપયોગ ન કરી શકે. પતિના માતા-પિતાની મંજૂરીથી પત્ની માતા બનવા માટે સ્પર્મનો ઉપયોગ કરી શકે છે.

Gujarat: પતિના સ્પર્મથી પત્નીને કૃત્રિમ ગર્ભ ધારણ કરવાની હાઇકોર્ટે આપી મંજૂરી

આશ્કા જાની, અમદાવાદ: થોડા સમયથી રાજ્ય (Gujarat) માં સતત ચર્ચામાં રહેનાર કેસ હાઇકોર્ટે (High Court) ચૂકાદો આપી દીધી છે. પતિના મોત બાદ ફ્રીઝ કરવામાં આવેલા સ્પર્મ (Sperm) નો ઉપયોગ કરી કૃત્રિમ ગર્ભ ધારણ કરવા માટે હાઇકોર્ટે મંજૂરીની મોહર મારી દીધી છે. હવે પત્નીની IVF ટ્રીટમેન્ટમાં તેના પતિના સ્મર્મનો ઉપયોગ કરી શકશે. 

હાઇકોર્ટે (High Court) અવલોકન કર્યું હતું કે એવો કોઇ કાયદો નથી કે પત્ની તેના પતિના સ્પર્મ (Sperm) નો ઉપયોગ ન કરી શકે. પતિના માતા-પિતાની મંજૂરીથી પત્ની માતા બનવા માટે સ્પર્મનો ઉપયોગ કરી શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્ટે સ્પર્મ (Sperm) ના સેમ્પલ લેવા માટે જ મંજૂરી આપી હતી, પરંતુ એનો ઉપયોગ કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. જોકે ઉલ્લેખનિય છે કે વડોદરા (Vadodara) માં સ્પર્મ સેમ્પલ લીધાના ગણતરીના કલાકોમાં જ કોરોનાગ્રસ્ત પતિનું મોત થયું હતું. 

નોંધનીય છે કે ગત ઓક્ટોબર 2020માં કોવિડ નિયંત્રણો હોવા છતા કેનેડામાં બંનેએ લગ્ન કર્યા હતા. બંને એક બીજા સાથે ખુબ જ ખુશીથી રહેતા હતા. 2021 માં યુવાનના પિતાને હૃદયને લગતી ગંભીર બીમારી થતા ડોક્ટરે તેમને ઓપરેશન કરવાની સલાહ આપી હતી. જેથી માર્ચ મહિનામાં યુવાન ભારત પરત આવ્યો અને તેના પિતાનું ઓપરેશન કરાવ્યું હતું. 

આ દરમિયાન હોસ્પિટલ આવવા જવા દરમિયાન તે કોરોના (Covid 19) સંક્રમિત થયો હતો. જેના કારણે 10 મેના રોજ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો. ત્યારથી સતત તેની સારવાર ચાલી રહી હતી. જો કે કોરોના રિકવર નહોતો થયો અને તેની સ્થિતિ કથળવા લાગી હતી. એક પછી એક તબક્કાવાર રીતે તેના અંગો નિષ્ફળ થવા લાગ્યા હતા. જ્યારે તે બચી શકે તેવું નહી લાગતા આખરે તેની પત્નીએ કોરોના ગ્રસ્ત પતિના સ્પર્મ દ્વારા IVF કરવાનો નિર્ણય લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news