વીમો લેવાનો છે... ફોન કરી એજન્ટને ઘરે બોલાવ્યો પછી દરવાજો કર્યો બંધ અને.... યુવક હનીટ્રેપમાં ફસાયો
સુરતમાં હનીટ્રેપની ઘટના ફરી સામે આવી છે. આ વખતે ગેંગે વીમા એજન્ટને શિકાર બનાવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ બાદ ગેંગના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
સુરતઃ આજના સમયમાં હનીટ્રેપમાં લોકોને ફસાવી પૈસા પડાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. આ વખતે એક વીમા એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો છે. આ ઘટનામાં એક યુવતીએ વીમો લેવાનો છે તેમ કહીને એજન્ટને ફ્લેટમાં બોલાવ્યો હતો. ત્યારબાદ દરવાજો બંધ કર્યો અને યુવતીએ પોતાનો ખેલ શરૂ કર્યો હતો. ફરિયાદને આધારે સુરત પોલીસે બેની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટે બોલાવ્યો હતો. જેથી તેઓ દિલીપભાઈના ફ્લેટે પહોંચ્યો હતો. જે બાદ એક યુવતી એજન્ટ પાસે આવી હતી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો. જેની 5 મિનિટ બાદ ત્રણથી ચાર જણા ફ્લેટનો દરવાજો ખોલીને અંદર આવ્યા હતા અને પોતે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ તમામે તમે અહીં ખોટું કામ કરો છો એવું કહીને રાહુલને લાકડીથી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3 લાખ રૂપિયા માંગ્યા હતા.
જોકે, એજન્ટ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે ઈનકાર કરતા ફરી માર માર્યો હતો. જે બાદ આખરે 75,000 રૂપિયામાં પતાવટ કરાઈ હતી. જેમાંથી રૂ.25000 એજન્ટને નજીકના ATMમાં લઈ જઈ કઢાવ્યા હતા અને ઘરેથી 17000 રૂપિયાથી વધુ પડાવ્યા હતા. જ્યારે બાકીના પૈસા પછી આપવાનું નક્કી થયું હતું. જે બાદ આ તમામે એજન્ટને ખોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન એજન્ટને આ તમામ સામે શંકા જતા તેણે મિત્રને બોલાવ્યો હતો. અન્ય લોકો આવી રહ્યાની જાણ થતા હનીટ્રેપ કરનાર ટોળકી નાસી છૂટી હતી. જે બાદ એજન્ટને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેણે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે