18 વર્ષ બાદ પાપી ગ્રહનો શુક્ર સાથે બન્યો દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, વિચાર્યું નહીં હોય એટલો ધનલાભ થશે!

વૈદિક જ્યોતિષ મુજબ મીન રાશિમાં રાહુ અને શુક્રની યુતિ બની છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
 

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળામાં ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શુક્ર ગ્રહે આજે સવારે મીન રાશિમાં પ્રવેશ કર્યો. જ્યાં રાહુ ગ્રહ પહેલેથી છે. આવામાં રાહુ અને શુક્રની યુતિ બની રહી છે. રાહુ અને શુક્રની યુતિ કેટલીક રાશિના જાતકો માટે ખુબ લાભકારી રહી શકે છે. આ રાશિવાળાને અચાનક ધનલાભ અને રાજકારણમાં સફળતાના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...

કર્ક રાશિ

2/5
image

રાહુ અને શુક્રનો સંયોગ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીથી ભાગ્યના ભાવ પર બની રહ્યો છે. આથી આ સમય તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. દેશ વિદેશમાં મુસાફરી કરી શકો છો. જે કાર્ય તમારા અટકેલા હશે તે પાર પડે તેવા યોગ છે. આ સાથે જ આ સમય દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. જવાબદારીઓ તમારી કરિયરને ઊંચાઈ પર  લઈ જશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. જીવનસાથી સાથેના સંબંધ મજબૂત થશે. 

મીન રાશિ

3/5
image

મીન રાશિવાળા માટે રાહુ અને શુક્રનો સંયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી લગ્નના ભાવ પર બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીઓથી છૂટકારો મળશે. સમાજમાં લોકપ્રિયતા વધશે. માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. પરિણીત લોકોનું લગ્નજીવન સુખી રહેશે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 

મિથુન રાશિ

4/5
image

રાહુ અને શુક્રનો સંયોગ મિથુન રાશિના જાતકોને કરિયર અને કારોબારની રીતે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી કર્મના ભાવ પર થવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ મળી શકે છે. કરિયરમાં પ્રમોશનના યોગ છે. ઉચ્ચ અધિકારીઓનું સમર્થન મળશે. નવી જવાબદારીઓ તમારી કરિયરને ઊંચાઈ પર લઈ જશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત બનશે. અટવાયેલા પૈસા પાછા મળશે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. રોકાણથી લાભ થશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.