Zee 24 Kalak Opinion Poll: શહેરી અને ગ્રામિણ મતદાતામાં કઈ પાર્ટી પહેલી પસંદ? જાણો
Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 8 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી જશે. પરંતુ આ પહેલા રાજ્યની સત્તામાં કઈ પાર્ટીને મળવાની છે, તેને લઈને ઝી 24 કલાકે સૌથી મોટો સર્વે કર્યો છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે.
ઝી 24 કલાકનો સૌથી મોટો સર્વે
ઝી 24 કલાકે રાજ્યના 33 જિલ્લામાં 2 લાખ જેટલા લોકોની સાથે વાત કરીને ચૂંટણી પહેલા મોટો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં લોકોએ અલગ-અલગ જવાબો આપ્યાં છે. ગુજરાતમાં શહેરી મતદારોમાં ભારતીય જનતા પાર્ટી પહેલી પસંદ છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપ અન્ય પાર્ટીઓ કરતા આગળ છે. તો આમ આદમી પાર્ટીને શહેરોમાં 8 ટકા અને ગામડામાં 8 ટકા લોકો પસંદ કરી રહ્યાં છે.
શહેરી મતદારોની પસંદ કોણ છે?
ભાજપ 56%
કોંગ્રેસ 31%
AAP 8%
કહી ન શકાય/અન્ય 5%
ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ આગળ
ઝી 24 કલાકે ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કર્યો હતો. જેમાં 44 ટકા લોકોની પહેલી પસંદ ભાજપ છે. પરંતુ અહીં કોંગ્રેસ પણ પાછળ નથી. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંતર ખુબ ઓછું છે. ગ્રામ્ય વિસ્તારમાં 39 ટકા લોકોની પસંદ કોંગ્રેસ પાર્ટી છે. તો આમ આદમી પાર્ટીને પણ 10 ટકા લોકો પસંદ કરી રહ્યાં છે.
ગ્રામ્ય મતદારોની પસંદ કોણ છે?
ભાજપ 44%
કોંગ્રેસ 39%
AAP 10%
કહી ન શકાય/અન્ય 7%
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે