Water After Meal: એક, બે નહીં આ 7 સ્વાસ્થ્ય સમસ્યા થશે.. જો જમ્યા પછી તુરંત કે જમવાની સાથે પાણી પીશો
Ayurveda Rules For Drinking Water: આપણે નાનપણથી સાંભળીએ છીએ કે જમ્યા પછી તુરંત જ પાણી ન પીવું. પરંતુ શું તમે જાણો છો કે જમ્યા પછી પાણી ન પીવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે ? આ અંગે આયુર્વેદમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
Trending Photos
Ayurveda Rules For Drinking Water: આપણે સૌ જાણીએ છીએ કે શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે. જો પૂરતા પ્રમાણમાં રોજ પાણી પીવામાં ન આવે તો પણ શરીરમાં અલગ અલગ સમસ્યાઓ થવા લાગે છે. શરીર માટે અતિ આવશ્યક પાણી નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. પાણી ત્યારે નુકસાન કરે છે જ્યારે તમે જમ્યા પછી તુરંત જ પાણી પીવો છો. આયુર્વેદમાં આ વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
તમે એવા અનેક લોકો જોયા હશે જેઓ જમ્યા પછી તુરંત જ પાણી પી લેતા હોય છે અથવા તો જમવાની સાથે પણ પાણી પીતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત સ્વાસ્થ્યને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે ? આયુર્વેદ અનુસાર જમ્યા પછી તુરંત જ પાણી પી લેવાથી પાચનતંત્રથી લઈને ત્વચા અને શરીરના અન્ય અંગો પર ખરાબ અસર થાય છે. આજે તમને જમ્યા પછી તુરંત પાણી પીવાથી થતા નુકસાન વિશે જણાવીએ. આ નુકસાન વિશે જાણીને ચોક્કસથી તમે આ ભૂલ કરવાનું બંધ કરી દેશો.
જમ્યા પછી તુરંત પાણી પીવાથી થતા નુકસાન
1. જમ્યા પછી તુરંત પાણી પી લેવાથી અથવા તો જમવાની સાથે પાણી પીવાથી પાચનતંત્રમાં રહેલા એન્જાઈમ નબળા પડી જાય છે જેના કારણે ભોજનનું પાચન બરાબર રીતે થતું નથી અને પછી ગેસ, પેટમાં દુખાવો અને અપચાની સમસ્યા થાય છે.
2. જમવાની સાથે પાણી પીવાની આદત હોય તો આદત તુરંત બદલી દેજો. કારણ કે જમવાની સાથે પાણી પીવાથી શરીરમાં કેલરીનું અવશોષણ વધી જાય છે જેના કારણે વજન ઝડપથી વધે છે.
3. જમવાની સાથે પાણી પીવાથી કબજિયાતની સમસ્યા પણ રહે છે કારણ કે પાણી ભોજનના પાચનમાં બાધા ઉત્પન્ન કરે છે.
4. જમ્યા પછી તુરંત કે જમવાની સાથે પાણી પીવાથી ત્વચા સંબંધિત સમસ્યા જેમકે ખીલ, ડાઘ વગેરે પણ થઈ શકે છે.
5. જમ્યા પછી તુરંત જ પાણી પી લેવાથી શરીરમાં ઠંડક ઉત્પન્ન થાય છે જેના કારણે પાચનક્રિયા ધીમી પડી જાય છે. જે લાંબા ગાળે મોટું નુકસાન કરે છે.
6. જમવાની સાથે પાણી પીવાથી શરીરને પોષક તત્વોના અવશોષણમાં સમસ્યા થાય છે.
7. જે લોકો જમવાની સાથે પાણી પીતા હોય અથવા તો જમ્યા પછી તુરંત જ પાણી પી લેતા હોય તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે સાંધાનો દુખાવો, શરીરમાં નબળાઈ, થાક વગેરે પણ રહે છે.
ક્યારે પીવું પાણી ?
આયુર્વેદ અનુસાર જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ પછી પાણી પીવું જોઈએ. તેવી જ રીતે જમવાના હોય તેની અડધી કલાક પહેલા પાણી પી લેવું જોઈએ. જો ભોજન કરતી વખતે પાણી પીવું જરૂરી જ હોય તો ખૂબ જ ઓછી માત્રામાં પીવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે