Skin Care: વધતી ઉંમરે પણ દેખાવું હોય યુવાન તો નિયમિત ખાવી આંબા હળદર, જાણો તેના લાભ વિશે

Skin Care: આંબા હળદર એક પ્રકારનું આદુ છે જે દેખાવમાં હળદર જેવું હોય છે અને તેનો સ્વાદ કાચી કેરી જેવો હોય છે. આંબા હળદરનો ઉપયોગ અલગ અલગ પ્રકારની ઔષધિમાં પણ થાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે. તેનાથી ત્વચાને સૌથી વધુ લાભ થાય છે.

Skin Care: વધતી ઉંમરે પણ દેખાવું હોય યુવાન તો નિયમિત ખાવી આંબા હળદર, જાણો તેના લાભ વિશે

Skin Care: શિયાળામાં લીલી હળદરનું સેવન લોકો કરતા હોય છે. લીલી હળદરની સાથે આંબા હળદર પણ મળે છે. લોકો તેને લીલી હળદરની સાથે ઉમેરીને ખાય તો છે પરંતુ તેના ઔષધીય ગુણોથી અવગત નથી હોતા. આંબા હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક વનસ્પતિ છે જેનું સેવન મલાઈકા અરોરા પણ કરે છે કારણ કે તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

આંબા હળદર એક પ્રકારનું આદુ છે જે દેખાવમાં હળદર જેવું હોય છે અને તેનો સ્વાદ કાચી કેરી જેવો હોય છે. આંબા હળદરનો ઉપયોગ અલગ અલગ પ્રકારની ઔષધિમાં પણ થાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે. તેનાથી ત્વચાને સૌથી વધુ લાભ થાય છે.

આંબામાં હળદરને આયુર્વેદમાં સુજનરોધી, પાચન માટે સારી અને એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર કહેવામાં આવી છે. આંબા હળદર ખાવાથી શરીરના સોજા ઓછા થાય છે. શરીરમાં જો કોઈ જૂની બીમારી હોય તો નિયમિત રીતે આંબા હળદર ખાવી જોઈએ. તેનાથી બીમારી ધીરે ધીરે મટવા લાગે છે. આંબા હળદરનું સેવન કરવાથી પાચન પણ સારું રહે છે, માનવામાં આવે છે કે તેમાં એવા એન્જાઈન હોય છે જે પાચનની ઉત્તેજિત કરે છે. 

આંબા હળદર સૌથી વધુ ફાયદો ત્વચા અને વાળને કરે છે કારણ કે તેમાં એવા તત્વ હોય છે જે વાળ અને ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. આંબા હળદરનું સેવન કરવાથી ત્વચા ચમકદાર અને હેલ્ધી રહે છે. તેમાં એવા તત્વ હોય છે જે ત્વચાની સમસ્યાઓને દૂર કરી ત્વચાને વધતી ઉંમરે પણ સ્વસ્થ અને યુવાન રાખે છે. 

આંબા હળદરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. આંબા હળદર ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. શિયાળા દરમિયાન હળદર અને આંબા હળદરનું સેવન શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news