દાદીમાનો આ નુસખો ચપટીમાં દૂર કરી દેશે ગેસ, અપચો અને એસીડિટીની સમસ્યા, બીજા 3 છે ફાયદા
Health Tips: અજમાનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે મોટા ભાગે કરવામાં આવે છે. અજમા એક આયુર્વેદિક ઔષધી પણ છે જે એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લિમેન્ટરી ગુણથી ભરપૂર હોય છે. અજમાથી અપચો, ગેસ, એસિડિટી 10 મિનિટમાં જ દૂર થાય છે આ સિવાય નિયમિત તેને ખાવાથી અન્ય ત્રણ મોટા ફાયદા પણ થાય છે.
Trending Photos
Health Tips: જો તમને વારંવાર ગેસ, એસીડીટી, અપચો જેવી સમસ્યા સતાવતી હોય તો આજે તમને આ બધી જ સમસ્યાથી ઝડપથી મુક્તિ અપાવે તેવો અચૂક ઉપાય જણાવીએ. આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેને રોજ ખાવાની શરૂઆત કરશો એટલે પેટ સંબંધિત સમસ્યાઓ તો દૂર થઈ જ જશે પરંતુ તેની સાથે જ સાંધાના દુખાવા, વધેલું વજન જેવી તકલીફો પણ દૂર થવા લાગશે.
જે વસ્તુની અહીં વાત થઈ રહી છે તે છે અજમા. અજમાનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે મોટા ભાગે કરવામાં આવે છે. અજમા એક આયુર્વેદિક ઔષધી પણ છે જે એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લિમેન્ટરી ગુણથી ભરપૂર હોય છે. અજમાથી અપચો, ગેસ, એસિડિટી 10 મિનિટમાં જ દૂર થાય છે આ સિવાય નિયમિત તેને ખાવાથી અન્ય ત્રણ મોટા ફાયદા પણ થાય છે.
સાંધાના દુખાવામાં રાહત
જો તમને સાંધાના દુખાવાની ફરિયાદ હોય તો અજમા ખાવાની શરૂઆત તુરંત જ કરી દો. તમે નિયમિત અજમા ખાવાની શરૂઆત કરશો તો દુખાવા માટે દવા ખાવાની જરૂર નહીં પડે. અજમામાં રહેલા એન્ટી ઇન્ફ્લિમેન્ટરી ગુણ હાડકાને મજબૂત કરીને દુખાવાને દૂર કરે છે.
વજન ઘટાડે છે
જે લોકો સ્થૂળતાથી પરેશાન હોય છે તેમના માટે અજમા રામબાણ ઔષધી છે. રોજ સવારે ખાલી પેટ અજમાના પાણીનું સેવન કરવાથી વજન ઝડપથી ઉતરે છે. ખાસ કરીને પેટ અને કમર પર જામેલી ચરબી ધીરે ધીરે ઓગળવા લાગે છે.
પેટની સમસ્યાઓમાં તુરંત રાહત
ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ગેસ, એસીડીટી, છાતીમાં બળતરા જેવી તકલીફો રહેતી હોય તેમણે હૂંફાળા પાણી સાથે એક ચમચી અજમાનું સેવન રોજ કરવું જોઈએ. આ રીતે અજમા ખાવાથી ગેસ્ટ્રીક સિસ્ટમ સુચારું રીતે કામ કરે છે અને પાચન શક્તિ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે