કોંગ્રેસે રાખ્યો 'હાથ' તો આપે કરી દીધી જાહેરાત, વિપક્ષની મહાબેઠક માટે બેંગલુરૂ જશે કેજરીવાલ

AAP On Opposition Meeting 17-18 July: આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચડ્ઢાએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ અધ્યાદેશ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. 17-18 જુલાઈએ બેંગલુરૂમાં રહેનારી વિપક્ષની બેઠકમાં આમ આદમી પાર્ટી ભાગ લેશે.

કોંગ્રેસે રાખ્યો 'હાથ' તો આપે કરી દીધી જાહેરાત, વિપક્ષની મહાબેઠક માટે બેંગલુરૂ જશે કેજરીવાલ

નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે આમ આદમી પાર્ટીને દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરતા 18 જુલાઈે બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની એકતા બેઠકમાં સામેલ થવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચડ્ઢાએ તેની જાણકારી આપી છે. રાઘવ ચડ્ઢાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, કોંગ્રેસે અધ્યાદેશ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. 

18 જુલાઈએ વિપક્ષની બેઠકમાં સામેલ થશે AAP
કોંગ્રેસે દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ આમ આદમી પાર્ટીને સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ  PACની બેઠર બાદ મોટો નિર્ણય કર્યો. પાર્ટીએ 17-18 જુલાઈએ યોજાનારી વિપક્ષી બેઠકમાં સામેલ થવા પર પોતાની મંજૂરી આપી છે. આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચડ્ઢાએ જણાવ્યું કે  PAC બેઠકમાં દરેક પાસાં પર ચર્ચા થઈ છે. દિલ્હી અધ્યાદેશ રાષ્ટ્ર વિરોધી છે. અરવિંદ કેજરીવાલે આ અધ્યાદેશ વિરુદ્ધ તમામ રાજકીય પાર્ટીઓએ સહયોગ માંગ્યો અને તેના પર અમારો સહયોગ કર્યો, કોંગ્રેસ પાર્ટીએ પણ આ અધ્યાદેશ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. 17-18 જુલાઈએ બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં આમ આદમી પાર્ટી ભાગ લેશે. આમ આદમી પાર્ટી તરફથી તેના સંયોજક અરવિંદ કેજરીવાલ બેઠકમાં સામેલ થશે. 

AAP will join the joint opposition meeting in Bengaluru on July 17-18. pic.twitter.com/gFyMZWM0GZ

— ANI (@ANI) July 16, 2023

કોંગ્રેસ અધ્યાદેશ પર આપશે આપનો સાથ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠક પટનામાં યોજાયેલી બેઠકની સિક્વલ છે, અમે 2024ની ચૂંટણી માટે આગળ વધીશું. વટહુકમ મુદ્દે તેમણે કહ્યું કે દિલ્હી સરકાર પર કેન્દ્રીય વટહુકમ અંગે કોંગ્રેસનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે, અમે તેનો વિરોધ કરીશું. આ પહેલા કોંગ્રેસની અંદરના ઘણા નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. શીલા દીક્ષિતના પુત્રો સંદીપ દીક્ષિત અને અજય માકન AAPને સમર્થન આપવાની વિરુદ્ધ હતા.

કોંગ્રેસના મહાસચિવ-સંગઠન કેસી વેણુગોપાલ, જેઓ સંયુક્ત વિપક્ષની બેઠક પહેલા બેંગલુરુ પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે પટનામાં યોજાયેલી બેઠક 2024ની લોકસભા ચૂંટણી માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક કરવા માટેની પ્રારંભિક બેઠક હતી. હવે બેંગલુરુમાં યોજાનારી બેઠક પટના સમિટની સિક્વલ છે. આ બેઠક દ્વારા અમે 2024ની સામાન્ય ચૂંટણીઓ સાથે આગળ વધીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news