વરલી વિધાનસભા ચૂંટણી 2019: 70 ટકા મત લઈને જીત્યો આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વરલી સીટ પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે જીતી ગયા છે. આદિત્ય ઠાકરેએ એનસીપીના સુરેશ માનેને 67,427 મતના અંતરથી પરાજય આપ્યો છે. 

વરલી વિધાનસભા ચૂંટણી 2019: 70 ટકા મત લઈને જીત્યો આદિત્ય ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બધાની નજર મુંબઈની વરલી વિધાનસભા સીટ પર ટકેલી હતી. શિવસેનાના આદિત્ય ઠાકરેએ આ સીટ પર સુરેશ માનેને 67,427 મતના અંતરથી પરાજય આપ્યો છે. મહત્વનું છે કે આ ઈતિહાસમાં પ્રથમવાર ઠાકરે પરિવારથી ચૂંટણી લડનાર આદિત્ય ઠાકરે પ્રથમ ઉમેદવાર છે. વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરીની શરૂઆત થયા બાદ આદિત્ય ઠાકરેએ લીડ બનાવી રાખી હતી. 

જીત બાદ સર્ટિફિકેટ લેવા પહોંચેલા આદિત્ય ઠાકરેએ કહ્યું, 'હું ખુશ છું કે લોકોએ મને આશીર્વાદ આપ્યા અને મને મોટા અંતરથી વિજય અપાવ્યો છે.'

પ્રથમવાર ચૂંટણી મેદાનમાં કોઈ ઠાકરે
મહારાષ્ટ્રની રાજનીતિમાં પોતાનો દબદબો રાખનારી શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના પરિવારથી કોઈ સભ્ય પ્રથમવાર ચૂંટણી દંગલમાં ઉતર્યો હતો. મુંબઈની સેન્ટ જેવિયર્સ કોલેજથી બીએ અને કેસી લો કોલેજથી એલએલબી કરનાર આદિત્ય ઠાકરે 16.05 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. તેનું ચૂંટણી લડવું કેટલું ખાસ હતું તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ ભત્રીજાની સામે કોઈને ઊભા ન રાખ્યા હતા. 

— ANI (@ANI) October 24, 2019

70 ટકા મત મેળવીને જીત્યો આદિત્ય ઠાકરે
આદિત્યની સામે એનસીપીના ઉમેદવાર એડવોકેટ ડો. સુરેશ માને હતા. આદિત્ય ઠાકરેને આ સીટ પર કુલ 89,248 મત મળ્યા છે. આ કુલ મતના 69.14 ટકા છે. બીજા નંબરે રહેલા એનસીપીના સુરેશ માનેને માત્ર 21,821 મત મળ્યા છે. ત્રીજા નંબર પર વંચિત બહુજન અઘાડીના ગૌતમ ગાયકવાડ રહ્યાં હતા. 

આદિત્યએ ચૂંટણી અધિકારીને આપેલા એફિડેવિડમાં જણાવ્યું કે, તેની પાસે 11.38 કરોડ રૂપિયાની ચલ અને 4.67 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. જે સાત અચલ સંપત્તિનો ઉલ્લેખ તેણે પોતાના એફિડેવિડમાં કર્યો છે તેમાંથી પાંચ તેના પિતા ઉદ્ધવ ઠાકરેએ 2013મા અને એક માતા રશ્મિએ એક દિવસમાં ગિફ્ટ કરી હતી. તેને 8 એપ્રિલ 2013ના એક ગિફ્ટ ડીમમાં 77.66 લાખ રૂપિયાની કંતમની કૃષિ જમીનના પાંચ ભાગ પણ ઉદ્ધવે આપ્યા હતા. આ સિવાય તેના નામ પર 3 કરોડ રૂપિયાની એક દુકાન પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news