મહારાષ્ટ્ર: CAA અને NPR મુદ્દે કાકા અને ભત્રીજા આમને સામને! નુકસાન ભોગવશે કોંગ્રેસ
મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને લઈને અજીત પવાર અને શરદ પવાર વચ્ચે વિખવાદ વધી ગયો હોય તેવું લાગે છે. અજીત પવાર ખુલીને નાગરિકતા કાયદાના સમર્થનમાં આવ્યાં છે. જ્યારે તેમના કાકા આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. અજીત પવારનું કહેવું છે કે આ કાયદાથી કોઈની નાગરિકતા જવાની નથી.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને લઈને અજીત પવાર અને શરદ પવાર વચ્ચે વિખવાદ વધી ગયો હોય તેવું લાગે છે. અજીત પવાર ખુલીને નાગરિકતા કાયદાના સમર્થનમાં આવ્યાં છે. જ્યારે તેમના કાકા આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. અજીત પવારનું કહેવું છે કે આ કાયદાથી કોઈની નાગરિકતા જવાની નથી.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને લઈને કોંગ્રેસે પણ મોટો આંચકો આપ્યો છે. અજીતે CAA અને NPRને લઈને વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવાની માગણીને બાજુમાં હડસેલી દીધી છે. મુંબઈમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કરતા તેમણે કહ્યું કે આ કાયદાથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. જે લોકો તેને લઈને ભ્રમની સ્થિતિ પેદા કરવા લાગ્યા છે તેમણે તેમની વાતોમાં આવવાની જરૂર નથી.
એનસીપીની પાર્ટી બેઠક મિશન મુંબઈના મંચથી પવારે કહ્યું કે સીએએ અને એનપીઆરથી કોઈની નાગરિકતા જવાની નથી. શરદ પવારજીએ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં અમે કોઈને પરેશાન થવા દઈશું નહીં. આમ છતાં કેટલાક લોકો કહે છે કે બિહારની વિધાનસભામાં જે પ્રસ્તાવ પાસ થયો છે તે અહીં પણ થાય. આ બધાની કોઈ જરૂર નથી. કેટલાક લોકો તેને લઈને ભ્રમ ફેલાવી રહ્યાં છે. આપણે સજાગ રહીને સમાજમાં જાગરૂકતા ફેલાવવી જોઈએ.
ચૂંટણી મોડમાં આવી NCP
NCP હાલ 2022 બીએમસી ચૂંટણી માટે એકજૂથ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અત્યારથી પાર્ટી પોતાનો જનાધાર રાજ્યાના શહેરી વિસ્તારોમાં વધારવાની કોશિશમાં છે. અજીત પવારે કહ્યું કે એનસીપી મુંબઈ નગર નિગમની ચૂંટણીમાં શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને લડવાની તૈયારીમાં છે. એનસીપી તરફથી કોશિશ થઈ રહી છે કે શહેરમાં એનસીપીને મજબુત કરાય.
જુઓ LIVE TV
રવિવારે આ માટે કાર્યકરોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારે શિવસેના સાથે ગઠબંધનમાં બીએમસી ચૂંટણી લડવાની વાત કરી છે. 2017માં થયેલી બીએમસી ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતું. શહેરની 227 બેઠકોમાંથી પાર્ટીને ફક્ત 9 બેઠકો મળી હતી. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ એનસીપીની નજર શહેરમાં ભાજપની બેઠકો પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે