Ayurveda vs allopathy: આયુર્વેદમાં દરેક રોગની દવા, બાબા રામદેવે શેર કર્યો અક્ષય કુમારનો વીડિયો
એલોપથી વિરુદ્ધ આયુર્વેદ પર શરૂ થયેલા વિવાદમાં યોગ ગુરૂ રામદેવ પાછળ હટવા તૈયાર નથી. તેમણે હવે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનો એક વીડિયો શેર કરી એલોપથી પર કટાક્ષ કર્યો છે. બાબા રામદેવે અક્ષય કુમારના બે વીડિયો શેર કરતા તેમની વાતને કેપ્શનમાં લખી છે.
Trending Photos
નવી દિલ્હીઃ એલોપથી વિરુદ્ધ આયુર્વેદ પર શરૂ થયેલા વિવાદમાં યોગ ગુરૂ રામદેવ પાછળ હટવા તૈયાર નથી. તેમણે હવે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનો એક વીડિયો શેર કરી એલોપથી પર કટાક્ષ કર્યો છે. બાબા રામદેવે અક્ષય કુમારના બે વીડિયો શેર કરતા તેમની વાતને કેપ્શનમાં લખી છે. બાબા રામદેવે લખ્યુ- તમે તમારા શરીરના ખુદ બ્રાન્ડ એમ્બેસેડર બનો. સરળ અને સારૂ જીવન જીઓ. આવો દુનિયાને દેખાડી દઈએ કે આપણા હિન્દુસ્તાની યોગ તથા આયુર્વેદમાં જે તાકાત છે, તે કોઈ અંગ્રેજના કેમિકલ ઇન્જેક્શનમાં નથી. આ પહેલા આમિર ખાનના શો સત્યમેવ જયતેની પણ એક ક્લિપ શેર કરી બાબા રામદેવે એલોપથી વિરુદ્ધ નિશાન સાધ્યુ હતું.
બાબા રામદેવ તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં અક્ષય કુમાર કહે છે, 'મારા વિશે ખુબ ઓછા લોકો જાણે છે કે હું છેલ્લા 25 વર્ષથી આયુર્વેદને ફોલો કરી રહ્યો છું. જેમ તમે તમારી ગાડીની સર્વિસ કરાવો છોસ તેમ મેં 14 દિવસ સુધી મારા બોડીની સર્વિસ કરાવી છે. કુદરતે આપણા માટે મોટો ખજાનો આયુર્વેદનો આપ્યો છે, પરંતુ આપણે તેની કદર કરી રહ્યાં નથી. આપણે અંગ્રેજી દવાઓ ખાઈ રહ્યાં છીએ અને સ્ટેરોયડનું ઈન્જેક્શન લઈ રહ્યાં છીએ. સ્પામાં જઈને મસાજ કરાવી સારૂ સ્વાસ્થ્ય શોધી રહ્યાં છીએ. મજાની વાત છે કે આપણે જે વિદેશી રીત અપનાવી રહ્યાં છીએ, પરંતુ તે લોકો અહીં આયુર્વેદમાં સારવાર શોધી રહ્યાં છે.'
आप अपनी बॉडी के खुद ब्रांड अम्बेसडर बने,
सिंपल और हेल्दी लाइफ जीयें, और दुनिया को दिखा देते हैं, कि हमारे हिंदुस्तानी योग व आयुर्वेद में जो ताकत है,
वह किसी अंग्रेज के केमिकल इंजेक्शन में नहीं है- अक्षय कुमार।
साभार-अक्षय कुमार pic.twitter.com/hB7sNLmQJp
— स्वामी रामदेव (@yogrishiramdev) May 31, 2021
આયુર્વેદની ઉપેક્ષા પર બોલ્યો અક્ષય, દીવા નીચે અંધારા જેવી વાત છે
અભિનેતાએ કહ્યું- હું એલોપથી વિશે કંઈ કહેવા ઈચ્છતો નથી, પરંતુ આપણે આયુર્વેદ, નેચરોપેથી જેવી વસ્તુ કેમ ભૂલી રહ્યાં છીએ. તેની આગળ અભિનેતા કહે છે કે એવી કોઈ બીમારી નથી, જેની સારવાર આયુર્વેદમાં ન હોય. હું તે માટે શરત લગાવવા તૈયાર છું. તમને ખ્યાલ છે આપણી સરકારમાં આયુષ નામથી મંત્રાલય છે, જે સારવારની વૈકલ્પિક પદ્ધતિને પ્રોત્સાહિત કરે છે. અક્ષય કુમાર કહે છે કે આપણી સ્થિતિ દીવા નીચે અંધારા જેવી છે. તે કહે છે કે હું જે આશ્રમમાં થોડા દિવસ પસાર કરી રહ્યો છું, ત્યાં હું એકમાત્ર હિન્દુસ્તાની હતો. હું આ વાત કોઈ આયુર્વેદ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નહીં પરંતુ પોતાના શરીરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરી રહ્યો છું. તમે તેને અપનાવી જુઓ, મારી ગેરંટી છે કે તમે દરરોજ સવારે હાસ્યની સાથે ઉઠશો.
રામદેવના આ નિવેદન બાદ શરૂ થયો હતો વિવાદ
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો હતો, તેમાં તેમણે એલોપથી પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે વેક્સિન લીધા બાદ પણ ઘણા ડોક્ટરોના મોત થયા છે. આ નિવેદન બાદ મેડિકલ એસોસિએશને વિરોધ માફીની માંગ કરી હતી. ત્યારબાદ ડો. હર્ષવર્ધને બાબા રામદેવને પત્ર લખ્યો હતો. આ પત્ર મળ્યા બાદ યોગ ગુરૂએ પોતાનું નિવેદન પરત લીધુ હતું. ત્યારે લાગ્યું કે વિવાદ શાંત પડી જશે પરંતુ રામદેવે એલોપથીને લઈને 25 સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ આ વિવાદ વધી ગયો. હાલના દિવસોમાં બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આમને-સામને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે